Last Updated on March 20, 2021 by
રાજયમાં વધતા કોરોનાને પગલે રાજય સરકારે પણ તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સાથે ફરીથી લોકડાઉનની શક્યતાઓને પણ સંપૂર્ણ રીતે નકારી છે. તેમણે શનિ રવિ દરમિયાન લોકડાઉનની અટકળોનો પણ અંત આણ્યો છે. મહત્વનુ છે કે કોરોના વધતા ભાજપે તેના તમામ રાજકીય જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દીધી હતી. આજે રૂપાણીએ પણ સરકારી કાર્યક્રમો પર રોકની જાહેરાત કરી છે.
કોરોના કેસ પર સીએમનો તર્ક
ચૂંટણી અને ક્રિકેટ બાદ રાજયમાં કોરોના વધી રહ્યાના અહેવાલો સામે પણ સીએમ વિજય રૂપાણીએ તર્ક આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજયમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઇ છે. ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ એટલા નહોતા. તો માર્ચમાં વધ્યા છે. જો કે તેમણે અન્ય રાજ્યોનુ પણ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્ર, પંજાબ જેવા રાજયોમાં ચૂંટણી ન હોવા છતા પણ કોરોનાના કેસ વધ્યા છે. આવામાં ગુજરાતમાં પણ તકેદારી રાખવી જરૂરી છે.
સીએમ રૂપાનીનો દાવો
રાજયમાં કોરોના સંક્રમણના વિસ્ફોટ વચ્ચે હવે હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ રહી છે. આવામાં દૈનિક કેસ કરતા પાંચ ગણા બેડની વ્યવસ્થા કરાયાનુ સીએમ રૂપાણીએ જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે દૈનિક કેસો અને કોરોનાની સ્થિતીની સમીક્ષા રોજ કરવામાં આવી રહ્યુ છે. પાડોશી રાજ્યોમાથી આવતા લોકોનુ સ્ક્રિનિંગ કરાતુ હોવાનુ પણ સીએમ રૂપાણીએ જણાવ્યુ છે.
રાજ્યમાં આંશિક લોકડાઉનની સ્થિતિ
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના કેસો વધતાં ગુજરાતમાં આંશિક લોકડાઉન કરવા પરિસ્થિતી સર્જાઇ છે. હવે ઘોડા છૂટયા બાદ તબેલાને તાળાં મારવા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે રહી રહીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ય આત્મજ્ઞાાન લાદ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખે આદેશ કર્યો છેકે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતીને જોતાં ભાજપ કોઇ સન્માન સમારોહ,જાહેર કાર્યક્રમ યોજશે નહીં.
ચૂંટણીમાં ભુલાયો હતો કોરોના
પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિત ભાજપના નેતાઓએ જ રેલી-જાહેરસભા યોજીને હજારોની ભીડ એકઠી કરી હતી તે વખતે રીતસર માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમોને નેવે મૂકાયા હતાં. આખાય રાજયમાં ભાજપના નેતા-કાર્યકરોએ બેફામ બનીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે વખતે તો માત્ર ચૂંટણી જીતવી એ જ માત્ર ધ્યેય હતો. કોરોના વકરશે તે વાત કોરાણે મૂકી દેવાઇ હતી.
ચૂંટાયેલાં પ્રતિનીધીઓ જ નિયમો પાળતાં નથી
આ ઉપરાંત ગઇકાલે રાત્રે જ અમદાવાદ શહેરના ભાજપના મ્યુનિસિપલ કોર્પોરેટરોની એક ટિફીન બેઠક મળી હતી તેમાં પણ માસ્કને બાજુએ મૂકાયા હતાં. એટલું જ નહીં, સોશિયલ ડિસટન્સના નિયમોનું ય પાલન કરાયુ ન હતું. પ્રજાના ચૂંટાયેલાં પ્રતિનીધીઓ જ નિયમો પાળતાં નથીને પ્રજાને નિયમો પાળવા,રસી લેવાની સલાહ આપી રહ્યાં છે.
લોકો ભાજપ સરકાર પર માછલા ધોઇ રહ્યાં છે
ગુજરાતમાં હવે જયારે કોરોના વકર્યો છે. ફરી દિવાળી જેવી સ્થિતી સર્જાઇ છે. લોકો ભાજપ સરકાર પર માછલા ધોઇ રહ્યાં છે ત્યારે હવે રહી રહીને ભાજપના પ્રદેશ પ્રમુખ-નેતાઓને સુઝ્યુ છે. ક્રિકેટ મેચ અને દાંડી યાત્રા વખતે હજારોની ભીડ એકત્ર થઇ ત્યારે અપીલ કરવામાં આવી નહી.
ભાજપ પ્રદેશ પ્રમુખનો દાવો
હવે જયારે કોરોનાએ ફરી અસલી સ્વરૂપ દેખાડયુ છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે એવો આદેશ કર્યો છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવનિયુક્ત પધાધિકારીઓના પદગ્રહણ વખતે ભીડ એકત્ર કરવી નહી. સન્માન સમારોહ યોજવા નહીં. હાલ પુરતા પક્ષના જાહેર કાર્યક્રમનું આયોજન કરવુ નહીં. કાર્યકરો રસીકરણના કાર્યમાં જોડાઇ જાય. આમ, ભાજપને હવે કોરોનાની ગંભીરતા સમજાઇ છે અને આત્મજ્ઞાન લાદ્યુ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31