GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો પગપેસારો: મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં, વધી શકે છે આંકડો

કોરોના

Last Updated on March 20, 2021 by

કોરોનાએ ગુજરાત વિધાનસભા સુધી પગપેસારો કર્યો છે. બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા છે. મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ અને શૈલેષ મહેતા કોરોના સંક્રમિત થયા છે..બીજી તરફ જીએડી, પંચાયત વિભાગ, રેવન્યુ અને વન પર્યાવરણ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

કોરોના

વિધાનસભામાં કોરોનાની એન્ટ્રી, પાંચ નાયબ સચિવ સંક્રમિત

આખરે ફરી એક વાર કોરોનાએ સચિવાલયમાં દસતક દીધી છે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેના કારણે અન્ય અધિકારીઓમાં ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

વિધાનસભા બજેટ સત્ર હવે આખરી પડાવમાં છે ત્યારે જ ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યાં છે.ફરી એકવાર ગુજરાતના મોટા શહેરોમાં તો આંશિક લોકડાઉન જેવી સ્થિતી પરિણમી છે. આ સંજોગોમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે.

કોરોના

વિધાનસભામાંધારાસભ્ય, અધિકારી, પોલીસને લીધે કોરોનાના સંક્રમણની શક્યતા વધુ

ચાની કીટલી,રેસ્ટોન્ટ,મોલ માં થોડાક લોકો એકત્ર થાય તો સરકારને કોરોના વકરવાનો ભય સતાવે છે જયારે વિધાનસભામાં એક જ હોલમાં 170થી વધુ ધારાસભ્યો,100થી વધુ અધિકારીઓ,પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત હોય છ.મુલાકાતીઓની ય અવરજવર રહી છે ત્યારે કોરોના થવાની શક્યતા વધુ રહેલી છે.

કોરોના

અન્ય અધિકારીઓને હોમ કવોરન્ટાઇન થવા જણાવાયુ

આ તરફ, મળતી માહિતી મુજબ, સામાન્ય વહીવટ, માર્ગ મકાન વિભાગ, પંચાયત વિભાગ, વન પર્યાવરણ વિભાગ અને ગૃહ વિભાગના પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાથી સંક્રમિત થયા છે. આ જોતાં આ જ વિભાગના અન્ય અધિકારીઓને હોમ કવોરન્ટાઇન થવા જણાવી દેવાયુ છે.

કેટલાંક મંત્રી-અધિકારીઓએ કોરોનાની રસી લઇ લીધી છે જેના કારણે તેમને કોરોના નહી થાય તેવુ સમજી તેઓ બિન્દાસ બની બેઠાં છે અને સત્ર યથાવત રહે તેવી હિમાયત કરી રહ્યાં છે. આમ, બજેટ સત્ર વખથે અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થતા વિધાનસભામાં ય ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33