GSTV
Gujarat Government Advertisement

મહામારી વચ્ચે પરીક્ષા/ ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં આ તારીખથી લેવાશે, 20 હજાર છાત્રો આપશે પરીક્ષા

Last Updated on March 20, 2021 by

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજીના વિવિધ કોર્સની સેમસ્ટર -1ની પરીક્ષાઓ 26મીથી જ લેવાશે અને તે ઓફલાઈન મોડમાં જ લેવાશે. યુનિ.દ્વારા આજે પરીક્ષાની તારીખો સાથેનો પરિપત્ર કરવામાં આવ્યો છે .યુજી સેમેસ્ટર-1 સાથે જે બે પીજી કોર્સની પરીક્ષાઓ મોકુફ કરાઈ છે તે પણ હવે 26મીથી લેવાશે.

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 26મી માર્ચથી  એમ.એ રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર-1, એમ.એસ.સી સેમેસ્ટર-1, એમએમસસીજી સેમેસ્ટર-1, એમડીસી સેમેસ્ટર-1, એમ.કોમ રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર-1, એમ.કોમ એચપીપી (એએએ)  સેમેસ્ટર -1 અને એમ.કોમ  એચપીપી( એફએફએસ) સેમેસ્ટર-1ની પરીક્ષાઓ શરૂ થશે.

પરીક્ષા

આ ઉપરાંત 18મી માર્ચથી યુજીમાં બીએ,બીકોમ , બીબીએ-બીસીએ અને બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ શરૂ થયાના એક દિવસ બાદ જ આજથી તમામ પરીક્ષાઓ કોરોનાને લીધે 10 એપ્રિલ સુધી મોકુફ કરી દેવાઈ છે ત્યારે આ પરીક્ષાઓ સાથે એમ.એલ.ડબલ્યુ સેમેસ્ટર-1 અને એમ.એડ સેમેસ્ટર-1ની પરીક્ષાઓ પણ શરૂ થઈ હતી જે હવે પીજીની પરીક્ષાઓ સાથે 26મી માર્ચથી ફરીથી શરૂ થશે.

સરકારે યુજી લેવલની તમામ પરીક્ષાઓ મોકુફ કરવાનો આદેશ કર્યો છે પરંતુ પીજીમાં કલાસરૂમ શિક્ષણ ચાલુ રાખવા  અને પરીક્ષાઓ ઓફલાઈન લેવા છુટ આપી છે જેથી યુનિ.દ્વારા પીજીની તમામ પરીક્ષાઓ લેવાશે અને એમએલડબલ્યુ તથા એમ.એડ પીજી કોર્સીસ હોવાથી તેની પરીક્ષાઓ 26મીથી અન્ય પીજી કોર્સ સાથે લેવાશે. આ પરીક્ષાઓમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને અમદાવાદ અને  ગાંધીનગરના કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33