Last Updated on March 20, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીની નવી લહેર શરૂ થઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1400થી વધુ કેસ સામે આવ્યા છે. જેને લીધે તંત્રની ચિંતા વધી છે તો જનતામાં પણ ફફડાટ ફેલાયો છે. સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વહીવટી તંત્ર સક્રિય થયું છે. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા 24 કલાકમાં નવા 132 કેસ સામે આવ્યા છે.
રાજકોટ મેયર ખુદ ઉતર્યા ચેકીંગ માટે
રાજકોટમાં પણ વધતા કોરોના કેસને લઇ તંત્ર એલર્ટ બન્યું છે. રાજકોટમાં ખુદ મેયર કોરોનાને લઇ રસ્તા ચેકિંગ હાથ ધર્યું હતુ અને માસ્ક વગરના લોકોને માસ્કનું વિતરણ કર્યુ હતુ. રાજકોટના રસ્તા પર રહેતા ગરીબ લોકોને પણ માસ્કનું વિતરણ કર્યુ હતુ. સાથો સાથ રિક્ષા અને બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને માસ્ક આપીને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. જો કે મેયર પ્રદીપ ડેવ બીઆરટીએસ બસમાં એક મહિલાએ ઉધડો લીધો હતો.
નવા કોરોના ટેસ્ટિંગ બૂથ શરૂ કરાયા
રાજકોટમાં આજથી નવા બે કોરોના ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા. કે.કે.વી ચોક અને રૈયા ચોકડી બ્રીજ નીચે કોરોના ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યું છે. બુથ પર લોકો વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરાવી શકશે. વધતા જતા કોરોનાના કેસને લઈને મનપા દ્વારા નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં વકર્યો કોરોના
ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં કોરોનાથી દૈનિક 3થી વધુના મૃત્યુ થયા હોય તેવું 13 જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા ઘણા દિવસ બાદ દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 40 હજાર જેટલા કેસો સામે આવ્યા છે. જે સાથે જ રાષ્ટ્રીય સ્તરે કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,15,14,331 પર પહોંચી ગઇ છે.
શહેરો તો ઠીક ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી રહ્યા છે કોરોના કેસ
અમદાવાદ શહેરમાં 335-ગ્રામ્યમાં 9 સાથે 344 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 66 હજારને પાર થયો છે. વડોદરા શહેરમાં 127-ગ્રામ્યમાં 19 સાથે 146, રાજકોટ શહેરમાં 115-ગ્રામ્યમાં 17 સાથે 132 નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યના ચાર મહાનગરોમાં જ 1,072 નવા કેસ નોંધાયા છે.
નાના જિલ્લાઓ પણ કોરોનાના ભરડામાં
રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં 32 સાથે ભાવનગર, 28 સાથે જામનગર, 27 સાથે ગાંધીનગર, 26 સાથે મહેસાણા, 24 સાથે ખેડા, 20 સાથે પંચમહાલ, 18 સાથે ભરૂચ-સાબરકાંઠા, 17 સાથે કચ્છ, 15 સાથે નર્મદા, 14 સાથે છોટા ઉદેપુર, 12 સાથે મહીસાગર-દાહોદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગરમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31