GSTV
Gujarat Government Advertisement

સુરતમાં કોરોના વિસ્ફોટક સપાટીએ/ તમામ ઝોનમાં સામે આવી રહ્યા છે સંક્રમણના કેસ, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ

Last Updated on March 20, 2021 by

સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. અઠવા, રાંદેર, લીંબાયત ઝોનમાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ગત રોજ સૌથી વધુ અઠવા ઝોનમાં કોરોનાના 88 કેસ પોઝીટીવ આવ્યા હતા. તો રાંદેર ઝોનમાં 57 અને લીંબાયત ઝોનમાં 41 કેસ પોઝીટીવ નોંધાયા છે.

સુરતમાં એક્ટીવ કેસ 2 હજારને પાર

શહેરની શાળા-કોલેજો અને અન્ય રાજ્ય બહારથી આવેલા 14 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. અન્ય ચાર શિક્ષકો અને ચાર ડોકટર પણ પોઝીટીવ આવ્યા હતા. શહેરમાં એક્ટિવ કેસોનો આંકડો બે હજારને નજીક પહોંચ્યો છે. સુરતમાં વધતા જતા કોરોનાના કેસોને પગલે તંત્ર ચિંતિત બન્યું છે.

કોરોના

ગુજરાતમાં 1400થી વધુ નવા કેસ

ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં કોરોનાથી દૈનિક 3થી વધુના મૃત્યુ થયા હોય તેવું 13 જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા ઘણા દિવસ બાદ દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 40 હજાર જેટલા કેસો સામે આવ્યા છે. જે સાથે જ રાષ્ટ્રીય સ્તરે કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,15,14,331 પર પહોંચી ગઇ છે.

કોરોના

અમદાવાદમાં આટલા કોરોના સંક્રમિત

અમદાવાદ શહેરમાં 335-ગ્રામ્યમાં 9 સાથે 344 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 66 હજારને પાર થયો છે. વડોદરા શહેરમાં 127-ગ્રામ્યમાં 19 સાથે 146, રાજકોટ શહેરમાં 115-ગ્રામ્યમાં 17 સાથે 132 નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યના ચાર મહાનગરોમાં જ 1,072 નવા કેસ નોંધાયા છે.

નાના જિલ્લાઓમાં પણ વધ્યા કોરોના કેસ

રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં 32 સાથે ભાવનગર, 28 સાથે જામનગર, 27 સાથે ગાંધીનગર, 26 સાથે મહેસાણા, 24 સાથે ખેડા, 20 સાથે પંચમહાલ, 18 સાથે ભરૂચ-સાબરકાંઠા, 17 સાથે કચ્છ, 15 સાથે નર્મદા, 14 સાથે છોટા ઉદેપુર, 12 સાથે મહીસાગર-દાહોદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગરમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.

કોરોના

ગુજરાતમાં વધારાશે રસીકરણનો વ્યાપ

કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 2,329-સુરતમાં 982-રાજકોટમાં 201-સુરેન્દ્રનગરમાં 14 છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 293, અમદાવાદમાંથી 260, વડોદરામાંથી 83, રાજકોટમાં 79 એમ રાજ્યભરમાંથી વધુ 948 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 2,73,280 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 96.27% છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33