Last Updated on March 20, 2021 by
કોરોનાના કેસ ચિંતાનજક રીતે વધતા સરકારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં કલાસરૃમ શિક્ષણ બંધ કરી પરીક્ષાઓ પણ મોકુફ કરી દીધી છે ત્યારે જીપીએસસીની (GPSC)પરીક્ષા પણ મોકુફ કરવા માંગ ઉઠી છે.પરંતુ જગ્યાઓ ભરવા માટે આ પરીક્ષા સમયસર લેવી જરૃરી હોવાથી જીપીએસસી દ્વારા ૨૧મીએ સમગ્ર રાજ્યમાં પરીક્ષા લેવાશે.
આઠેય મહાનગરોમાં પણ રાબેતા મુજબ લેવાશે GPSCની પરીક્ષા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૨૧મી લેવાનારી ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧ , ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ તથા નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ -૨ની પ્રિલિમ લેખિત પરીક્ષા મોકુફ કરવામા નથી આવી તેમજ આ પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢ સહિતના આઠેય મહાનગરોમાં પણ રાબેતા મુજબ લેવાશે.ગુજરાતના ૩૨ જિલ્લાના ૮૩૫ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.જેમાં ૨.૨૦ લાખ જેટલા ઉમેવારો નોધાયા છે.દરેક કેન્દ્રમાં દરેક બ્લોકમાં ૨૪ ઉમેદવારોને બેસાડવામા આવશે તેમજ દરેક સેન્ટર પર માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામા આવી છે. કોરોનાની ગાઈડલાઈન અને એસઓપી સાથે પુરતી તકેદારી વચ્ચે જીપીએસસની આ પરીક્ષા લેવાશે.
કોરોનાને લીધે યુનિવર્સિટીઓની યુજી લેવલની તમામ પરીક્ષાઓ મોકુફ
કોરોનાને લીધે યુનિવર્સિટીઓની યુજી લેવલની તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ છે અને ગુજરાત બોર્ડની ધો.૯થી૧૨ની તથા ધો.૩થી૮ની પ્રથમ સત્રની પરીક્ષા અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સરકારની સૂચનાથી ઓફલાઈન લેવાનું રદ કરવામા આવ્યુ છે અને માત્ર ઓનલાઈન જ લેવામા આવનાર છે ત્યારે જીપીએસસની પરીક્ષા પણ અમદાવાદ સહિતના મહાનગરોમાં કેમ લેવામા આવી રહી છે તેવી ફરિયાદો કેટલાક ઉમેદવારો અને લોકો દ્વારા ઉઠી છે પરંતુ સરકારમાં વર્ગ ૧-૨ની મહત્વની જગ્યાઓ સમયસર ભરવી જરૃરી હોવાથી અને ઉમેદવારો પણ નોકરીઓમાં રજા લઈને પરીક્ષાનીતૈયારી કરતા હોવાથી નક્કી કરેલી તારીખે સમયસર પરીક્ષાઓ લેવી જરૃરી છે.જેથી હાલ આ પરીક્ષા મોકુફ કરવા આવી નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31