Last Updated on March 20, 2021 by
દિલ્હીથી લખનઉ જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસના જનરેટર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે યાત્રિકોમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની સૂચના મળતા જ રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓએ તાબડતોબ ટ્રેનથી જનરેટર કારના કોચને અલગ પાડ્યો હતો.
Fire breaks out at the generator car of Shatabdi Express at Ghaziabad railway station. More details awaited. pic.twitter.com/qjgCuSWdMF
— ANI UP (@ANINewsUP) March 20, 2021
શતાબ્દીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ
આના લીધે આ રૂટ પર જતી-આવતી અનેક ટ્રેનોને પાસે આવેલા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિના કોઈ અહેવાલ નથી. ટ્રેનના લગેજ બોગીમાં આગ કઈ રીતે લાગી એની તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ અનુસાર, ટ્રેનના પાછળ રહેલા લગેજ જનરેટર કારમાં આગ લાગી હતી. રેલવે વિભાગ દ્વારા આગની ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે.
છેલ્લી બોગી એટલે કે જનરેટર અને લગેજ યાનમાં આગ લાગી હતી
પાર્સલ વેનમાં લાગેલી આગને તાત્કાલિક કાબૂમાં કરી લેવાઈ હતી જેથી બાકીના કોચને કોઈ નુકસાન નહોતું પહોંચ્યું. આગ લાગી હતી તે પાર્સલ કોચને ગાઝિયાબાદ સ્ટેશન પર જ અલગ કરીને ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી. કયા કારણથી આગ લાગી તે હજુ સામે નથી આવ્યું પરંતુ ફાયર વિભાગની 6 ગાડીઓએ ઘટના સ્થળે દોડી જઈને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
ટ્રેનની સૌથી છેલ્લી બોગી એટલે કે જનરેટર અને લગેજ યાનમાં આગ લાગી હતી જેથી તે બોગીને ટ્રેનથી અલગ કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. અગાઉ 13 માર્ચના રોજ પણ દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31