Last Updated on March 20, 2021 by
અમેરિકી સંરક્ષણ મંત્રી ઓસ્ટિન લોઈડ આજે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બાઈડેન સરકારના ડિફેન્સ મિનિસ્ટરનો આ પ્રથમ પરદેશ પ્રવાસ છે. ભારત પહેલા તેમણે જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. એટલે સ્પષ્ટ છે કે તેમનો ઈરાદો ચીન સામેની ધરી મજબૂત કરવાનો છે. ભારત સાથે તેઓ વિવિધ સંરક્ષણ કરારો કરશે. ખાસ તો ભારતને 3 અબજ ડૉલરના અમેરિકી ડ્રોન વેચવાની ચર્ચા કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે અમેરિકી સંરક્ષણ મંત્રી
સાંજે તેમની મુલાકાત વડાપ્રધાન સાથે પણ થઈ હતી. લોઈડ શુક્રવારે ભારત આવી પહોંચ્યા હતા અને સાંજે તેમની મુલાકાત નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલ સાથે ગોઠવાઈ હતી. આજે શનિવારે તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળનાર છે. આ ઉપરાંત તેઓ વડા પ્રધાન અને વિદેશ મંત્રીને પણ મળે તેવી શક્યતા છે.
અમેરિકા પાસે જગતના સૌથી ખતરનાક ગણાતા એક પ્રિડેટર ડ્રોન છે. અમેરિકા મધ્ય-પૂર્વના દેશોમાં આતંકી વિરોધી મિશન માટે આ ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરે છે. ભારતને સૈન્યની ત્રણેય પાંખ માટે મળીને 30 ડ્રોન ખરીદવાના છે. એ માટે ઓસ્ટિન 3 અબજ ડૉલરના સોદા અંગે ચર્ચા કરશે અને ભારત વહેલી તકે ડ્રોન ખરીદીની પ્રક્રિયા આગળ ધપાવે એવા પ્રયાસો કરશે.
ભારત રશિયા પાસેથી મિસાઈલ ખરીદશે તો પ્રતિબંધ મુકીશુ : અમેરિકી સાંસદનું ડહાપણ
અમેરિકી સેનેટમાં ફોરેન રિલેશન સમિતિના ચેરમેન સેનેટર બોબ મેનેન્ડીઝ છે. તેમણે લોય્ડને ભારત આવતા પહેલા કહ્યું હતું કે તમે ભારત સરકાર સામે ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવજો. ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી રહ્યું છે, તેનો પણ વિરોધ કરજો. મેનેન્ઝીએ ડહાપણ રજૂ કરતાં કહ્યું હતું કે એસ-400ની ખરીદી જો ભારત નહીં અટકાવે તો પછી અમેરિકાએ તેના પર પ્રતિબંધો મુકવા જોઈએ. અગાઉ રશિયા પાસેથી તુર્કીએ એસ-400 સિસ્ટમ ખરીદી ત્યારે અમેરિકાએ તેના પર પ્રતિબંધ મુક્યો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31