Last Updated on March 20, 2021 by
ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેનમાં કોરોનાના નવા મોજાને કારણે મોટાભાગના શહેરોમાં ફરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. યુરોપ કોરોનાનું ત્રીજું મોજું અટકાવવામાં નિષ્ફળ રહેતાં હવે બધાની મીટ અમેરિકા ભણી મંડાઇ છે. યુએસમાં પણ ફરી કોરોના મહામારી વકરી શકે છે. ફ્રાન્સમાં ગુરૂવારે પારિસ અને નીસ સહિત 16 પ્રાંતોમાં નવા નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. એ જ રીતે ઇટલીમાં રોમ અને મિલાન શહેરોમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. સ્પેનમાં માડ્રિડને બાદ કરતાં મોટાભાગના પ્રાંતોમાં કડક પ્રવાસ નિયંત્રણો મુકી દેવામાં આવ્યા છે.
જર્મનીના પાટનગર બર્લિનમાં પણ લોકડાઉન હળવું કરવાના પ્રયાસોને કોરોનાના કેસો વધતાં અટકાવી દેવામાં આવ્યા છે. યુરોપમાં વણસેલી હાલત યુએસ માટે બોધપાઠ સમાન છે. યુએસમાં પણ નવા વેરીઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે અને સીડીસીના જણાવ્યા અનુસાર આ મહિનાના અંતે તે મુખ્ય સ્ટ્રેઇન બની રહેશે.
આ નવો સ્ટ્રેઇન પકડમાં આવ્યા વિના પુરા ફ્રાન્સમાં ફેલાઇ રહ્યો છે
દરમ્યાન ફ્રાન્સમાં કોરોના વાઇરસનો એક એવો સ્ટ્રેઇન જોવા મળ્યો છે જે નાકમાંથી લેવામાં આવતાં સ્વાબમાં ઝડપાતો નથી. ફ્રાન્સના આરોગ્ય ખાતાએ સોમવારે જણાવ્યું હતું કે બ્રિટીનીમાં જોવા મળેલાં કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીનમાં ઘણીવાર મ્યુટેશન થવાને કારણે હવે તે નાકના સ્વાબ દ્વારા કરવામાં આવતાં ટેસ્ટમાં ઝડપાતો નથી.
બ્રિટનીના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા સ્ટ્રેઇનની શક્ય તમામ રીતે તપાસ કરવામાં આવી પણ તે ઝડપાતો નથી. આનો અર્થ એ કે આ નવો સ્ટ્રેઇન પકડમાં આવ્યા વિના પુરા ફ્રાન્સમાં ફેલાઇ રહ્યો છે.
દરમ્યાન ફ્રાન્સ અને યુકેના વડાપ્રધાનોએ તેઓ શુક્રવારે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી મુકાવશે તેવી જાહેરાત કરી હતી. ફ્રાન્સના વડાપ્રધાન જ્યાં કાસ્ટેક્સે જણાવ્યું હતું કે અમને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી પર પુરો ભરોસો છે તે દર્શાવવા માટે અમે તેનો ડોઝ લઇ રહ્યા છીએ. ફ્રાન્સમાં એક સર્વેમાં જાણવા મળ્યા અનુસાર માત્ર 22 ટકા લોકોને જ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી પર ભરોસો છે.
જર્મનીમાં કોરોનાના નવા 17,482 કેસો
જર્મનીમાં પણ એસ્ટ્રાઝેનેકાની રસી આપવાનું ફરી શરૂ કરવામાં આવ્યું છે. જર્મનીમાં રસી આપવાનો દર ધીમો છે. અત્યાર સુધીમાં વસ્તીના 8.4 ટકાને રસીનો એક ડોઝ અને 3.7 ટકાને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જર્મનીમાં કોરોનાના નવા 17,482 કેસો નોંધાયા હતા અને 226 જણાના મોત થયા હતા.
યુએસમાં પ્રમુખ જો બાઇડને જણાવ્યું હતું કે 100 મિલિયન અમેરિકનોને રસી આપવાના તેમના લક્ષ્યાંકને નિયત સમય પૂર્વે જ પાર પાડી દેવામાં આવશે.શુક્રવારે આ અંગે જાહેરાત કરી પ્રમુખ નવો લક્ષ્યાંક પણ આપશે. યુએસ પાસે હાલ ત્રણ રસીઓનો પૂરતો જથ્થો છે જે દસ સપ્તાહમાં યુએસમાં તમામ અમેરિકનોને આપી દેવામાં આવશે.
કોરોનાના દર્દીએ દાન આપેલું ફેફસું કોરોનાના દર્દીને કામ આવ્યું
યુએસમાં નોર્થવેસ્ટર્ન મેડિસિનના ટ્રાન્સપ્લાન્ટ સર્જયને જણાવ્યું હતું કે જેમને અગાઉ કોરોના થયો હતો તેવા દર્દીએ દાન કરેલા ફેફસાને સફળતાપૂર્વક બીજા વ્યક્તિમાં આરોપિત કરવામાં આવ્યું છે. જેનામાં આ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
આ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. અંકિત ભરતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 30 મિલિયન અમેરિકનોને કોરોના થયો છે.જેમાંના ઘણાં અંગદાતા તરીકે નોંધાયેલા છે. તેમને ભૂતકાળમાં કોરોનો થયો હોવાના કારણે ના પાડવામાં આવે તો માગ અને પુરવઠા વચ્ચે મોટું અંતર પડી જાય તેમ છે.દાતાનું જો કે અન્ય કારણસર બાદમાં મોત થયું હતું. ટીમે દાતાના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરતાં પૂર્વે લંગ બાયોપ્સી કરી તેને નુકસાન થયેલું છે કે કેમ તેની ચકાસણી કરી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31