Last Updated on March 20, 2021 by
અનેક પ્રતિકૂળ પરિબળો માથે હોવા છતાં ભારતીય શેરબજારમાં આજે ફંડો તેમજ ટ્રેડરોના બેતરફી કામકાજોના પગલે બજારમાં ઊદભવેલ કાતિલ અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેક્સમાં 642 અને નિફટીમાં 186 પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો.
દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો વેગ સાથે આગળ વધતા અનેક રાજ્યોમાં અંકુશો અમલી બનતા આર્થિક મોરચે ફટકો પડવા સાથે બેરોજગારી વધવાનો ભય, ક્રૂડ ઓઇલમાં ઊથલપાથલ તેમજ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પગલે મહામારી પ્રબળ બનવાની ભીતિ સેવાતી હતી.
આ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આજે ફંડો તેમજ ટ્રેડરો દ્વારા બેતરફી કામકાજો હાથ ધરાતા બજારમાં મોટી અફડાતફડી જોવા મળી હતી. મુંબઇ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ ગાબડા સાથે થયા બાદ પ્રારંભિક તબક્કામાં જ સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટયો હતો.
જોકે, આ સમયે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નીકળતા સેન્સેક્સ ઈન્ટ્રાડે ઘટ્યા મથાળેથી 900 પોઈન્ટ ઊંચકાયો હતો. ત્યારબાદ નફારૂપી વેચવાલી નીકળતા વધ્યા મથાળેથીા 485 પોઈન્ટ ગુમાવ્યા હતા. જોકે, કામકાજના અંતિમ તબક્કામાં ફરીથી નીચા મથાળે નવી લેવાલી નીકળતા બજાર ઊંચકાયું હતું અને કામકાજના અંતે સેન્સેક્સ 642.72 પોઇન્ટ ઊછળી 49858.24ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
એનએસઈ ખાતે પણ આજે કાતિલ અફડાતફડી જોવાઇ હતી. નિફટી આજે ઈન્ટ્રાડે 14350 અને 14788 વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે 186.15 પોઇન્ટ વધીને 14744ની સપાટીએ મક્કમ રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. 2.32 લાખ કરોડનો વધારો થતા કામકાજના અંતે તે રૂા. 203.44 લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ રૂા. 1418 કરોડની નવી ખરીદી કરી હતી.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31