Last Updated on March 19, 2021 by
ઉત્તરાખંડ સરકારને ચાર વર્ષ પૂર્ણ થવા ઉપર એક સર્વેમાં સરકારના કામકાજને લઈને જનતાનો અભિપ્રાય જાણ્યો હતો. તે સિવાય રાજ્યમાં વિકાસ અને રોજગારને લઈને સામાન્ય જનતાનો શું અભિપ્રાય છે તેને લઈને સૌથી મોટો સર્વે કરવામાં આવ્યો હતો.
કરવામાં આવેલા સર્વેમાં રાજ્યમાં જો અત્યારે વિધાનસભાની ચૂંટણી થાય છે તો ઉત્તરાખંડમાં ભાજપની ખુરશી પડી શકે છે. સર્વેના હિસાબમાં કોંગ્રેસને રાજ્યમાં 32-38 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 24-30 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીએસપીને 0-6 સીટો તો આમ આદમી પાર્ટીને 2-8 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો અન્યના ખાતામાં 3 સીટો આવી શકે છે.
તો જો આજે ચૂંટણી યોજાય તો કેટલા ટકા વોટ મળશે તે પ્રશ્નના સર્વેમાં ભાજપને 38.3 ટકા, કોંગ્રેસને 40.8 ટકા, બીએસપીને 4.2 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આમ આદમી પાર્ટીને 9.2 ટકા વોટ મળવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો બીજી તરફ અન્યને 7.5 ટકા વોટ મળી શકે છે.
સર્વેમાં જ્યારે સામાન્ય લોકોને પૂછવામાં આવ્યું કે, શું ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલવાના નિર્ણયને તમે સાચો માનો છો તો તેના ઉપર 70 ટકા લોકોએ પોતાનો અભિપ્રાય હા માં આપ્યો હતો. તો 19 ટકા લોકોએ ના પાડી હતી. 11 ટકા એવા લોકો હતાં જે કોઈપણ નિર્ણય ઉપર પહોંચી શક્યાં ન હતાં.
સર્વેના આગલા સવાલમાં પૂછવામાં આવ્યું છે તિરથ સિંહ રાહતને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવાથી કેટલા લોકો સંતુષ્ટ છે. તો તેના જવાબમાં માત્ર 22 ટકા લોકો ખુબ સંતુષ્ટ, 23 ટકાએ સંતુષ્ટ અને 25 ટકા એવા હતા જે કામથી સંતુષ્ટ રહ્યાં અને 22 ટકા લોકો અસંતુષ્ટ રહ્યાં હતાં. જ્યારે બીજી તરફ 8 ટકા લોકોએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
શું મુખ્યમંત્રી બદલવાના નિર્ણયથી ભાજપ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે તે પ્રશ્નના જવાબમાં 35 ટકા લોકોએ હા કહી હતી તો 47 ટકા લોકોએ ના પાડી હતી. 18 ટકા લોકો એવા હતા કે જેણે કશું કહ્યું ન હતું.
શું તીરથ સરકાર ચૂંટણી પહેલા બચેલા એક વર્ષમાં પ્રશાસનને સારૂ કરવામાં સક્ષમ છે તે પ્રશ્નના જવાબમાં 26 ટકા લોકોએ હા પાડી હતી અને 54 ટકા લોકો એવા હતા કે જેણે ના પાડી હતી. તો 20 ટકા લોકોએ કોઈ જવાબ જ આપ્યો ન હતો.
ઉત્તરાખંડના મંત્રીઓના કામકાજથી કેટલા સંતુષ્ટ છો પ્રશ્નના જવાબમાં 14 લોકો સૌથી વધારે સંતુષ્ટ, 21 ટકા લોકો સંતુષ્ટ, 30 ટકા લોકો બહુ ઓછા સંતુષ્ટ હતા. તો 4 ટકા લોકો કોઈ નિર્ણય ઉપર પહોંચી શક્યાં ન હતાં.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31