Last Updated on March 19, 2021 by
હવાઈ મુસાફરી ફરી મોંઘી થવા જઈ રહી છે. સરકારે હવાઈ મુસાફરીના ભાડામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં સરકારે પ્રાઈસ બેન્ડમાં 10થી 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. એ સમયે મીનિમમ ભાડામાં 10 ટકાનો અને મેક્સિમમ ભાડામાં 30 ટકાનો વધારો કરાયો હતો. હવે પ્રાઈસ બેન્ડમાં મીનિમમ ભાડામાં 5 ટકાનો વધારો કરાયો છે. આ એપ્રિલના અંત સુધી લાગુ રહેશે. એટીએફ એટલે હવાઈ જહાજના પેટ્રોલના ભાવમાં વધારો થતાં ભાડા વધારવાનો નિર્ણય લેવાયો છે.
આ માહિતી એવિએશન મિનિસ્ટ્રી હરદીપ સિંહ પુરીને ટ્વીટ કરીને આપી છે. એમને 100 ટકા સુધીની ક્ષમતા સાથે એરલાઈનના સંચાલનને લઈને જણાવ્યું છે કે દરરોજના આધાર પર પેસેન્જરની સંખ્યા 35 લાખને પાર કરી જશે તો એરલાઈન કંપનીઓને 100 ટકાની ક્ષમતા પર ઓપરેશન કરવાની પરમીશન મળી જળી જશે. જોકે, એક મહિનામાં આ ઓછામાં ઓછો 3 વાર આ આંક પાર કરવો જોઈએ.
કોરોના બાદ હવે ડોમેસ્ટિક એરલાઈનની સેવાઓ શરૂ થઈ ત્યારે યાત્રામાં થતા સમયને આધારે આખા દેશને 7 રૂટમાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં દરેક કેટેગરીમાં મીનિમમ અને મેક્સિમમ ભાડુ ફિક્સ કરાયું હતું.
ફેબ્રુઆરીમાં જાહેર કરાયા હતા આ ભાવો
- પ્રથમ કેટેગરીમાં 40 મિનિટની હવાઈ મુસાફરીમાં પ્રાઇસ બેન્ડ 2200થી 7800 રૂપિયા છે.
- બીજી કેટેગરીમાં સમય 40-60 મિનિટનો છે. તેના માટે પ્રાઇસ બેન્ડ 2800-9800 રૂપિયા છે.
- ત્રીજી કેટેગરી માટે સમય 60-90 મિનિટનો છે. અને આ કેટેગરીમાં પ્રાઇસ બેન્ડ 3300-11700 રૂપિયા છે.
- ચોથી કેટેગરી માટે સમય 90-120 મિનિટ છે. જેમાં પ્રાઇસ બેન્ડ 3900-13000 રૂપિયા છે.
- પાંચવી કેટેગરી માટે સમય 120-150 મિનિટ છે. તેના માટે પ્રાઇસ બેન્ડ 5000-16900 રૂપિયા છે.
- છઠ્ઠી કેટેગરી માટે સમયનું ધોરણ 150-180 મિનિટ છે. તેના માટે પ્રાઇસ બેન્ડથી 6100 થી 20400 રૂપિયા છે.
- આઠવી કેટેગરી માટે સમયની મર્યાદા 180-210 મિનિટ છે. તેના માટે પ્રાઇસ બેન્ડ 7200-24200 રૂપિયા છે.
આ જ ભાડુ ઈકોનોમી ક્લાસ માટે પણ છે. જેમાં યૂઝર્સ ડેવલોપમેન્ટ ફી, પેસેન્જર્સ સિક્યોરિટી ફિસ અને જીએસટી સામેલ નથી. એવિએશન મંત્રાલયે 25 મે 2020માં ડોમેસ્ટિક એયર સર્વિસ માટે મંજૂરી આપી હતી. એ સમયે તમામ રૂટોને 7 વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. હાલમાં તમામ એરલાઈનોએ 20 ટકા સીટો સરેરાશ ભાડાથી ઓછામાં વેચાણ કરવી પડી રહી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31