Last Updated on March 19, 2021 by
ગુજરાતમાં એક વાર ફરી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસો વધતા અમદાવાદમાં તંત્ર એક વાર ફરીથી એક્શન મોડમાં આવી ગયું છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ મ્યનિ. કમિશ્નર મુકેશકુમાર સહિતના અધિકારીઓએ યોજેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક વાર ફરીથી અમદાવાદમાં સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ ફરીથી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં ફરીથી સુપર સ્પ્રેડરના રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ કરવાની ઝુંબેશ ઉપાડવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. શહેરની નિશ્ચિત કરેલી કુલ 15થી વધુ જગ્યાઓ પર સુપર સ્પ્રેડરના રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે શાકભાજીના વિક્રેતા, દવાઓ, કરિયાણાના વિક્રેતા, વાળંદ, રીક્ષા ડ્રાઇવર, કડીયા કામ સહિત વગેરેએ રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ કરાવી તેનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.
.@AmdavadAMC will start super spreaders’ #COVID testing at multiple locations in city from tomorrow.Home delivery staff’s RTPCR test made compulsory for employer organisations.More containment of societies required to stop the spread.Citizens r requested to cooperate& be vigilant pic.twitter.com/RHSUSlTE8e
— Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) March 19, 2021
આ ઉપરાંત સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારી વગેરે વ્યક્તિઓના RT-PCR ટેસ્ટ ફરજિયાત પણે કરવાના રહેશે. તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જે-તે એકમની રહેશે. RT-PCR ટેસ્ટ શહેરની જે-તે ખાનગી લેબોરેટરીમાં પણ કરાવી શકાય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31