Last Updated on March 19, 2021 by
સુરતમાં કોરોના સંક્રમણ વધતા જ તાજેતરમાં જ ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કાપડ માર્કેટને લઇને લેવાયેલા મહત્વના નિર્ણય બાદ વધુ એક મહત્વનો નિર્ણય શહેરમાં લેવાયો છે. સુરતમાં શનિ-રવિ કાપડ માર્કેટ બંધ રાખવાના નિર્ણય બાદ હવે સુરતમાં સતત વધતા જતા કોરોનાના કેસોને લઇને બે દિવસ હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તારીખ 20થી 21 એમ બે દિવસ સુધી હીરા બજાર બંધ રાખવાની મહત્વની જાહેરાત કરાઇ છે.
સુરતમાં શનિ-રવિ તમામ મોલ બંધ રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં પણ હવે આજ રોજ શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય લંબાવીને રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કરી દેવાયો છે. આ ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલાં તમામ મોલ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશ્નર અજય તોમર તથા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ સિવાય આજ રોજથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવશે.
સૌથી વધુ કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા હતાં
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા છે જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ અને સુરતમાં 2-1 દર્દીઓના મોત થયા હતાં. રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા છે. વડોદરામાં 111 અને રાજકોટમાં 98 કેસ નોંધાયા છે. આમ, 4 મહાનગરોમાં કોરોનાથી સ્થિતિ ભારે વણસી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31