Last Updated on March 19, 2021 by
ગુજરાતમાં એક બાજુ કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. આગામી તારીખ 18 એપ્રિલે ગાંધીનગર મનપા ચૂંટણી યોજાશે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ચૂંટણી યોજાશે. જ્યારે 20 એપ્રિલના રોજ મતગણતરી કરાશે. તો 1 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે અને 3જી એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જ્યારે 5 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. નવા સીમાંકન બાદ પ્રથમ વાર મનપાની ચૂંટણી યોજાશે. કુલ 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.
તમામ મનપામાં કુલ મળીને 450થી વધુ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો સિલસીલો યથાવત રાખ્યો હતો. તમામ મહાનગરપાલિકામાં કુલ મળીને 450થી વધુ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કરી ધાર્યો લક્ષ્યાંક પાર પાડયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ છોટે ચાણક્ય સાબિત થયાં હતાં. આ તરફ, કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીના અસ્તિત્વ સામે સવાલો સર્જાયા હતાં.
ગુજરાતની 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો
મહાનગરપાલિકા | બેઠક | ભાજપ | કોંગ્રેસ | AAP | OTH |
અમદાવાદ | 192 | 150 | 21 | 00 | 01 |
સુરત | 120 | 93 | 00 | 27 | 00 |
વડોદરા | 76 | 69 | 07 | 00 | 00 |
રાજકોટ | 72 | 68 | 04 | 00 | 00 |
જામનગર | 64 | 50 | 11 | 00 | 03 |
ભાવનગર | 52 | 44 | 08 | 00 | 00 |
Total | 576 |
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31