GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ, અમદાવાદ સિવિલ ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક

Last Updated on March 19, 2021 by

ગુજરાતમાં ઇલેક્શન અને સ્ટેડિયમમાં મેચ જોવા પ્રેક્ષકોની જામેલી ભીડ બાદ સતત કોરોનાના કેસો વધતા જ જાય છે. એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં તો કોરોનાએ માઝા મૂકી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. જેથી તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટની અધ્યક્ષતામાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ. આ બેઠકમાં તમામ વિભાગના વડાઓ સહિત કોવિડ કોર કમિટી પણ ઉપસ્થિત રહી.

દર્દીઓને તાત્કાલિક સારવાર અને સારી સુવિધા આપવામાં આવે તેવી પણ સૂચના

આ બેઠકમાં કોરોનાના કેસો વધતા તમામ વિભાગના વડાઓને તૈયાર રહેવા સૂચનાઓ આપવામાં આવી. આ ઉપરાંત દર્દીઓને તાત્કાલિક સારવાર અને સારી સુવિધા આપવામાં આવે તેવી પણ સૂચનાઓ અપાઇ છે. બીજી તરફ ગરમીની શરૂઆત થઇ હોવાથી PPE કીટને લઇને પણ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ. હાલ સિવિલમાં 500 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જો જરૂર જણાશે તો તે સંખ્યા વધારીને 1 હજાર બેડની પણ સુવિધા કરાશે. હાલ સિવિલમાં 156 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 70 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. જેમ-જેમ કેસ વધી રહ્યાં છે તેમ-તેમ સિવિલમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

CORONA TEST

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસો 1200ને પાર

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગુરૂવારના રોજ છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા હતાં જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે. ગુજરાતમાં સક્રિય કેસો પણ 5684 એ પહોંચ્યા છે. 899 નવા દર્દીઓ સાજા થયા બાદ કુલ 2,72, 332 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ પ્રથમ ડોઝ માટે કરાયું.

અત્યાર સુધીમાં કુલ 24,13,350 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,67,671 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,37,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.

રાજ્યમાં સૌથી વધુ ખરાબ પરિસ્થતિ સુરત અને અમદાવાદમાં વણસી

જ્યારે 4 મહાનગરોમાં કોરોનાથી સ્થિતિ ભારે વણસી છે. છેલ્લાં 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ, સુરતમાં 2-1 દર્દીઓના મોત થયા છે. સૌથી વધારે કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા હતાં. વડોદરામાં 111 અને રાજકોટમાં 98 કેસ નોંધાયા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33