GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ 2023ના વર્ષ પહેલાં ભારતમાં વિદેશી પર્યટકો નહીં આવે, આ છે મોટુ કારણ

Last Updated on March 19, 2021 by

વિશ્વના તમામ દેશોમાં હાલ કોરોના વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ પણ લોકો વિદેશ યાત્રાને લઈ ડરી રહ્યા છે. વિદેશી પર્યટકો ભારતની યાત્રા કરતા અચકાઈ રહ્યા છે. મોટા ભાગના પર્યટકો ક્વોરેન્ટાઈનના નિયમોનું પાલન કરવાને લઈ અસમંજસની સ્થિતિમાં છે માટે વિદેશ યાત્રા કરવા જ નથી ઈચ્છતા. આ સંજોગોમાં એવું કહેવાઈ રહ્યું છે કે, 2023ના વર્ષ પહેલા ભારતમાં વિદેશી પર્યટકોનું આગમન સુચારૂ રીતે નહીં થઈ શકે.

વિદેશ

સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશન (CAPA)ના અહેવાલ પ્રમાણે આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘ (IATA)ના માર્ચના સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે, 80 ટકા વિઝિટર્સ ક્વોરેન્ટાઈનના નિયમોના કારણે યાત્રા કરવા નથી માંગતા. 

CAPAની પ્રારંભિક ભવિષ્યવાણી પ્રમાણે 2030 સુધીમાં વિદેશી પર્યટકોનું આગમન વધીને 18 મિલિયન જ થઈ શકશે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત વિદેશી પર્યટકોના આગમન માટે લાંબી ઉડાનો પર નિર્ભર છે. આ પ્રકારની લાંબી ઉડાનો ટૂંકી અને મધ્યમ અંતરની ઉડાનની તુલનાએ ધીમે-ધીમે લાઈન પર આવશે તેવી આશા છે. એક અનુમાન પ્રમાણે 72 ટકા લોકો મહામારીના અંત બાદ પોતાના મિત્રો અને સંબંધીઓ માટે વિમાની મુસાફરી કરશે.

આ દેશના પર્યટકોની સંખ્યા વધારે

CAPAના અહેવાલ પ્રમાણે યુકે, યુએસ, કેનેડા, ચીન, મલેશિયા, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કેસ ચરમસીમાએ છે અને આ દેશોના પર્યટકો જ ભારતમાં સૌથી વધારે આવે છે. મતલબ કે આ દેશો વિદેશી પર્યટકોના પ્રમુખ સ્ત્રોત છે. IATAના સર્વે પ્રમાણે જ્યાં સુધી અર્થતંત્ર પાટે નહીં ચડે ત્યાં સુધી 56 ટકા સંભવિત મુસાફરો પોતાની હવાઈ યાત્રા સ્થગિત કરી દેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33