GSTV
Gujarat Government Advertisement

વેક્સિનેશન/ ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્પેને એસ્ટ્રાજેનેકા રસીને આપી ફરી મંજૂરી, ભારતને મળી મોટી સફળતા

Last Updated on March 19, 2021 by

જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેન ફરીથી એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ કરશે. યુરોપીય સંઘની ડ્રગ રેગ્યુલેટર સંસ્થા (ઈએમએ)એ એસ્ટ્રાજેનેકા વેક્સિનને સુરક્ષિત અને પ્રભાવી ગણાવી છે. જેથી આ દેશોએ તેના ફરીથી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં યુરોપીય સંઘના રાષ્ટ્ર સહિત ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્પેને એસ્ટ્રાજેનેકાના ઉપયોગ પર કામચલાઉ પ્રતિબંધ મુકી દીધો હતો. આ રસી એ ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવાય છે. 

અમુક યુરોપિયન દેશોમાં મુકાયો હતો પ્રતિબંધ

હવે આ દેશોમાં ફરીથી વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે. આ દેશોએ વેક્સિન પર પ્રતિબંધ મુકવા પાછળ વેક્સિન લગાવનારા લોકોના શરીરમાં લોહીના ગઠ્ઠા જામતા હોવાનું કારણ રજૂ કર્યું હતું.

આખરે WHOએ એસ્ટ્રાજેનેકા રસીને આપી ક્લીનચીટ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એસ્ટ્રાજેનેકા વેક્સિનને ક્લીનચીટ આપી હતી. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વેક્સિન અને લોહી જામવા પાછળ કોઈ સંપર્ક નથી મળ્યો. સાથે જ વિશ્વભરમાં વેક્સિનનો ઉપયોગ અટકવો ન જોઈએ અને વેક્સિનેશન અભિયાન ચાલુ રહેવું જોઈએ. સ્વાસ્થ્ય સંગઠને આ મામલે વિસ્તારથી જાણવા નિષ્ણાંતો સાથે એક બેઠકની વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33