રાજયના પોલીસ વડાએ આજે ખોડીયારની મુલાકાત દરમિયાન રાજકીય મેળાવડાઓ સામે પગલાં નહીં લેવાના ના લોકો દ્વારા પૂછાતા સવાલો અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, પોલીસ સમય અને સંજોગો પ્રમાણે સ્ટ્રીક બનશે. રાજકીય કાર્યક્રમો અંગે પણ પોલીસે ગુના નોંધેલા છે.
પોલીસની આગામી કામગીરી અને નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી
આજે પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે વડોદરાની મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ હજી પોલીસની આગામી કામગીરી અને નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પાસા હેઠળ મર્યાદિત ગુનાઓ આવરી લેવામાં આવતા હતા. જે હવે વધારવામાં આવ્યા છે અને હવે કોલ સેન્ટર, સમાજ માટે જોખમી પ્રવૃત્તિઓ તેમજ અન્ય ગુનાઓ ને પણ આવરી લેવામાં આવ્યા છે.
ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદાઓની ગુનેગારો ઉપર અસર પડી
તેમણે કહ્યું હતું કે, ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદાઓ ની ગુનેગારો ઉપર અસર પડી છે. ગુજસીટોક હેઠળ રાજ્યમાં 15 ગુના નોંધાયા છે અને 150 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. અને ગુનેગારો ગુજરાત છોડી ફરાર થઇ ગયા છે.
ધૂળેટીના તહેવાર દરમિયાન કોરોનાના કેસો વધે નહીં
આગામી ધૂળેટીના તહેવાર દરમિયાન કોરોનાના કેસો વધે નહીં તે માટે લોકોને જાળવવા તેમજ ઉજવણીથી દૂર રહેવા અપીલ છે. પોલીસ બાળ ગુનેગારો, સગીર વયના પીડિત તેમજ મહિલા પોલીસના બાળકો માટે પણ પોલીસ સ્ટેશનોમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર શરૂ કરનાર છે. જે પૈકી આજે હરણી પોલીસ સ્ટેશન ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ નો મુખ્ય આશરે બાળકો ની માવજત તેમજ ગુનેગારોથી બાળકો દૂર રહે તે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31