GSTV
Gujarat Government Advertisement

સચિન વાઝેએ રચ્યું હતું સમગ્ર ષડયંત્ર, એન્ટીલિયા કેસની NIA તપાસમાં થયા ચોંકાવનારો ખુલાસો: જાણો સમગ્ર વિગતો માત્ર એક ક્લિકે…

Last Updated on March 19, 2021 by

એન્ટીલીયા કેસની તપાસ કરી રહી એનઆઈએના સૂત્રોના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીના ઘરની બહાર સચિન વાજેએ ફક્તને ફક્ત પબ્લિસીટી મેળવવા અને એ સાબિત કરવા માટે ષડયંત્ર રચ્યું હતું કે તે એક ખાસ પોલીસ ઓફિસર છે અને આતંક સાથે જોડાયેલા કોઈપણ ષડયંત્રની તપાસ બરોબર રીતે કરી શકે છે. એનાઈએના સૂત્રોના જણાવ્યા મુજબ આ ષડયંત્રમાં સચિન વાઝેના અત્યંત નજીકના કેટલાક પોલીસ ઓફિસર પણ શામેલ હતા.

ષડયંત્રની એક પછી એક કડીઓ જોડાતી જઈ રહી છે.

શું કોઈ પોલીસ ઓફિસર ફકત પોતાની પ્રતિભા બતાવવા માટે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિના ઘરની બહાર એક કારમાં વિસ્ફોટક રાખી શકે છે. તે પોતાના સિનિયરને પોતાની કુશળતા દેખાડાવા આવું કરી શકે છે. માત્રને માત્ર પબ્લિસીટી મેળવવા આવું કાર્ય કરી શકે છે. જોકે અત્યારસુધીની તપાસમાં નેતાઓ અથવા મુંબઈ પોલીસ ઓફિસના ઉચ્ચ અધિકારીઓની કોઈપણ પ્રકારની સંડોવણી બહાર આવી નથી એનઆઈએ એ જણાવ્યું કે આ કેસ લગભગ સોલ્વ થઈ ગયો છે, ષડયંત્રની એક પછી એક કડીઓ જોડાતી જઈ રહી છે. એનાઈએના સૂત્રોના જણાવ્યા મુજબ આ કોઈ આંતકવાદી કૃત્ય નહોતું.

25 ફેબ્રુઆરીની રાત્રે સચિન વાઝે ખુદ સ્કોર્પિયો ચલાવી રહ્યો હતો, તેની પાછળ એક વાન પણ ચાલી રહી હતી, જે પોલીસની ઈનોવા હતી, એન્ટીલીયની બહાર સ્કોર્પિયો પાર્ક કર્યા બાદ સચીન વાઝે સ્કોર્પિયોમાંથી ઉતરીને ઈનોવામાં બેઠો અને ત્યાર પછી તે ત્યાંથી નિકળી ગયો હતો, એનઆઈએના સૂત્રોના જણાવ્યા મુજબ પીપીઈ સૂટમાં જે શખ્સ નજરે આવ્યો તે અન્ય કોઈ નહી ફ્કતે ફક્ત સચીન વાઝે હતો. તેના સબૂત પણ તપાસ એજન્સીએ મેળવી લીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જે ડ્રાઈવર ઈનોવા ચલાવી રહ્યો હતો તે પોલીસ કર્મચારી હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ષડયંત્ર પાર પાડવા સચીન વાઝેએ બે મોટા કુર્તા, ઓઈલ, કેરોસીન વગેરે ખરીદ્યુ તપાસ કર્તા ટીમ કુર્તા વેચનાર પાસે પણ પહોંચી ગઈ હતી. અને સચીન વાઝેના ઠાણેના રહેઠાણમાંથી પ્રાપ્ત કરી લીધા છે. જે ઈનોવા મળી આવી તે મુંબઈ પોલીસ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના નાગપાડાના રિપેર ડિપોમાં રાખી હતી. સૂત્રો જણાવ્યા મુડબ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં પાર્ક કાળા રંગની મર્સિડીઝમાંથી પેટ્રોલ અને ડીઝલમી જે બોટલ મળી આવી હતી તે અન્ય કપડા સહિત બીજી સબૂતોને સળગાવવા માટે લીધી હતી.

સ્કોર્પિયોને લઈને સચીનવાઝેની મનસુખ હિરેન સાથે પહેલાંજ વાતચીત થઈ ગઈ

સ્કોર્પિયોને લઈને સચીનવાઝેની મનસુખ હિરેન સાથે પહેલાંજ વાતચીત થઈ ગઈ હતી. સચીને જ મનસુખને અઠવાડીયા પહેલાં કાર સોપવાનું જણાવ્યું હતું. સચીન વાઝેએ મનસુખ હિરેનને જણાવ્યું કે આગળના દિવસે કે 18 તારીખે વિક્રોલીના પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયોની ચોરીની રિપોર્ટ લખવાનું જણાવ્યું હતું, સૂત્રોના જણાવ્યા મુજબ મનસુખ હિરેને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સ્કોરપિયો ખરાબ હોવાની અને ચોરી થઈ હોવાની ખોટી વાત કરી હતી, જે ્સલીમાં કાર ક્યાંક બીજે આપવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજના આધારે એનઆઈએ અને એટીએસની તપાસ

સીસીટીવી ફૂટેજના આધારે એનઆઈએ અને એટીએસની તપાસમાં બહાર આવ્યુ છે કે, 17 ફેબ્રુઆરીએ ફોર્ટ વિસ્તારમાં પોલીસ અધિકારી સચિન વાજે અને સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે રસ્તા પર પાર્ક કરાયેલી વાજેની મર્સિડિઝમાં 10 મિનિટ સુધી વાતચીત થઈ હતી.

દરમિયાન એનઆઈએ દ્વારા વાજેના કમ્પાઉન્ડમાંથી એક બીજી મર્સિડિઝ અને ટોયોટાની લેન્ડ ક્રુઝર કાર જપ્ત કરવામાં આવી છે. આ કારનો ઉપયોગ વાજે કરતા હતા. સૂત્રોનુ કહેવુ છે કે, મનસુખ હિરેનના મોતને સબંધ આ કાર સાથે હોઈ શકે છે. જપ્ત કરાયેલી ટોયોટો કારના માલિક શિવસેનાના રત્નાગીરીના નેતા વિજય ભોંસલે છે. એજન્સીનો દાવો છે કે, આ મમલામાં વાજે સાથે બીજા 6 લોકોની સંડોવણી છે. એજન્સી દ્વારા વાજેના ઘરમાંથી એક શર્ટ અને બીજા કેટલાક પૂરાવા એકઠા કરવામાં આવ્યા છે.

એનાઈએના સૂત્રોના જણાવ્યા મુજબ આ ષડયંત્રમાં સચિન વાઝેના અત્યંત નજીકના કેટલાક પોલીસ ઓફિસર પણ શામેલ

મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંગને કમિશનર પદેથી હટાવ્યા બાદ એટીએસએ હિરણ મૃત્યુ પ્રકરણની તપાસ તેજ બનાવી નાંખી છે. બુધવારે લાંડેએ થાણેની એટીએસ ઓફિસની મુલાકાત લીધી હતી. આ સમયે અન્ય ઉચ્ચાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે એટીએસની ટીમને આ પ્રકરણની કડક તપાસનો આદેશ આપી તમામ પાસાઓનો બારીકાઈથી અભ્યાસ કરવા કહ્યું હતું.

દરમ્યાન એટીએસએ હિરણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડો. મંગેશ ઘાડગે ડો. રાજેશ્વર પાટે, ડો. વૈભવ બારીને એટીએસના કાર્યાલયમાં બોલાવી પૂછપરછ કરી હતી. ડો. ઘાડગેની સમિતિએ આ પહેલાં ‘વિસેરા પ્રિઝર્વ એન ઓપિનિયન રિઝર્વ’ એવો મત આપી મૃત્યુનું કારણ સ્પષ્ટ કર્યું નહોતું. જોકે સૂત્રોના કહેવા મુજબ મનસુખના ફેફસામાં અમુક અંશે ખાડીનું પાણી મળી આવ્યું હતું. કોઈ પ્રકરણમાં જો કોઈ વ્યક્તિને પહેલા જ મારી નાંખવામાં આવે તો તેના ફેફસાંમાં પાણી મળી આવતું નથી.

વિસેરા પ્રિઝર્વ એન ઓપિનિયન રિઝર્વ’

તેથી મનસુખના મૃત્યુ પ્રકરણે કઈ- કઈ શક્યતાઓ હોઈ શકે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય મનસુખને પાણીમાં ડૂબાવી દેવામાં આવ્યા હતા? તેમના મોંઢા ફરતે મળી આવેલ રુમાલ ક્યાંથી અને ક્યાં કારણસર આવ્યા તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ સિવાય મનસુખનો મૃતદેહ મળ્યો ત્યારે થાણે પાલિકાના જે કર્મચારીએ મૃતદેહ કાઢતી વખતે પંચનામું કર્યું હતું તેની પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત મૃતદેહ બહાર કાઢી તેને કલવાની પાલિકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે સચિન વાઝે ત્યાં શા માટે આવેલા તેની પણ સઘન તપાસ થઈ રહી છે.

 સચીન વાઝેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં સામેલ કરવામાં આવ્યા અને ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના ઈન્ચાર્જ બનાવી દેવામાં આવ્યા છે.
જોકે પોલીસફોર્સમાં પરત આવતાં જ સચિનને મુંબઈના મહત્ત્વના કેસ સોંપવામાં આવ્યા. આ હાઈ પ્રોફાઈલે કેસમાં ટીવી રેટિંગ્સ કેસ, અર્નબ ગોસ્વામી કેસ, કાર ડિઝાઈનર દિલીપ છાબડિયા કેસ સોંપવામાં આવ્યો હતો.આ કેસમાં હજી મુંબઈ પોલીસના અમુક અધિકારીઓ અને શિવસેનાના નેતાઓનાં નામ સામે આવી શકે છે. સચિન વઝેની ધરપકડ અને NIAની તપાસને કારણે શિવસેના નારાજ છે,

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33