GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમની ફટકાર/ બળાત્કારી પીડિતા પાસે રાખડી બંધાવી લે તો અપાશે જામીન, હવે તો હદ કરે છે હાઇકોર્ટના ચૂકાદાઓ

Last Updated on March 19, 2021 by

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શારિરીક શોષણના કેસમાં એક આરોપીને કહ્યું હતું કે જો તે પીડિતા પાસે રાખડી બંધાવે તો જ તેને જામીન આપવામાં આવશે. હાઇકોર્ટના આ વિચિત્ર પ્રકારના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આ વિચિત્ર પ્રકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં વકીલ અપર્ણા ભટ્ટ અને આઠ અન્ય મહિલાઓએ પડકાર્યો હતો.

ચુકાદો

શારીરિક શોષણના કેસમાં આપ્યો હતો ચુકાદો

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે વિચિત્ર આદેશ આપતા કહ્યું હતું કે આરોપી શખ્સે તેણે જે યુવતીનું શારીરિક શોષણ કર્યું છે તેની સામે આવીને તેની પાસે રાખડી બંધાવવી પડશે. હાઇકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો.

હાઇકોર્ટ

નીચલી કોર્ટોને આપ્યા આ આદેશ

સાથે જ એક ગાઇડલાઇન જાહેર કરી હતી જેને અનુસરવા માટે નીચલી કોર્ટોને આદેશ જાહેર કર્યા હતા. આ ગાઇડલાઇનમાં જામીન અરજીઓને સ્વિકારતી વેળાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોને સામેલ કરાઇ હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં વકીલ અપર્ણા ભટ્ટે કહ્યું હતું કે મ. પ્રદેશ હાઇકોર્ટે આપેલા ચુકાદા જેવા ચુકાદાઓથી મહિલાઓ પર થતા અત્યાચાર અટકવાને બદલે વધી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33