Last Updated on March 19, 2021 by
દેશમાં કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 39,726 નવા કેસ સામે આવ્યા છે અને 154 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1 કરોડ 1 લાખ 14 હજાર 311 થઈ ગઈ છે જેમાંથી 1 કરોડ 10 લાખ 83 હજાર 679 લોકો સાજા થઈ ચુક્યા છે.
દેશમાં 3 લાખની નજીક પહોંચી રહ્યા છે સક્રિય કેસ
છેલ્લા 24 કલાકમાં 20 હજાર 654 લોકો સાજા થઈ ગયા છે અને દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 71 હજાર 282 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1 લાખ 59 હજાર 370 લોકોના મોત થયા છે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વેક્સિનેશનની ઝડપ પણ વધારાઈ છે. અત્યાર સુધીમાં 3 કરોડ 93 લાખ 39 હજાર 817 વેક્સિન ડોઝ આપી દેવાયા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 25,833 નવા કેસ
કોરોનાના વધી રહેલા કેસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 25,833 કેસ નોંધાયા છે અને તે સપ્ટેમ્બર બાદનો સૌથી મોટો આંકડો છે.
ગુજરાતમાં 1,276 નવા કેસ
કોરોના વાયરસે ગુજરાતમાં પણ ફરી પગપેસારો કર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,276 નવા કેસ સામે આવ્યા છે અને અમદાવાદ, સુરતમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત રાતના 9થી સવારના 6 સુધી માર્કેટ, મોલ વગેરે પણ બંધ રહેશે. આની સાથે કોરોનાના દૈનિક કેસોમાં તોતિંગ વધારો નોંધાયો છે. વર્ષ-2021ના નવા વર્ષે અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ પંજાબમાં કોરોનાના કેસો વધતા નવ જિલ્લામાં રાત્રી કરફ્યૂમાં બે કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31