GSTV
Gujarat Government Advertisement

મહત્વના સમાચાર: એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આ તારીખથી થશે બંધ, ઊંઝામાં તે દિવસો દરમ્યાન નહીં થાય કોઈપણ હરાજી

Last Updated on March 19, 2021 by

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. આ કપરા સમયમાં સરકારે કર્ફયુ સહિત પ્રતિબંધો લાદ્યા છે. ત્યારે બીજી તરફ એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે આગામી 8 દિવસ માટે બંધ રહેશે, ઊંઝા માર્કેટયાર્ડને આગામી 25 માર્ચ 2021 થી 1 એપ્રિલ 2021 સુધી બંધ રખાશે. ઊંઝા વેપારી એસોસિએશન અને ઊંઝા માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા રજુઆતના પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા

ઊંઝા માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા રજુઆતના પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

દર વર્ષે વેપારીઓ દ્વારા માર્ચ મહિનાના પૂર્ણહૂંતીના કારણે વર્ષ દરમ્યાન કરાયેલા ધંધાના મહત્વના હિસાબો માટે આ હિસાબી વર્ષના છેલ્લા દિવસોમાં માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવે છે, અને તે માટે apmcમાં મહત્વની રજૂઆત કરવામાં આવે છે. જેને પગલે એપીએમસી દ્વારા માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. આ દરમ્યાન કોઈ પણ પ્રકારની હરાજી થતી નથી, આ વખતે માર્કેટયાર્ડ 25 માર્ચથી જ બંધ રાખવામાં આવશે.’

જો વાત કરવામાં આવે ઊંઝા માર્કેટ યાર્ડની કે દર વખતે 5 કે 7 દિવસ માર્કેટયાર્ડ બંધ રહેતું હોય છે ત્યારે આ વખતે 8 દિવસ ઊંઝા માર્કેટયાર્ડ બંધ રહેશે. હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલ સહિત અને મસાલા પાકો લઈને ખેડૂતો જોજનો દૂરથી આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશના ખેડૂતો જીરું વરિયાળી અને ઇસબગુલનો પાક લઈને ઊંઝા માર્કેટયાર્ડમાં આવે છે. અને હરાજી કરતા હોય છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પણ ખુશ ખુશાલ થયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33