GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ દરેક પોલીસ સ્ટેશનને દંડના મળ્યા છે મૌખિક ટાર્ગેટ, પકડાયા તો પોલીસ ખિસ્સાં ખંખેરી લેશે

Last Updated on March 19, 2021 by

રાજ્યમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ જણાતાં કોરોના કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી અમલી બનાવવામાં આવ્યો છે. શુક્રવારથી દરરોજ રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ ઉપરાંત માસ્ક અને લોકડાઉન સહિતના નિયમોની કડક અમલવારી કરાવવા સક્રિય બની છે. વિતેલા 24 કલાક દરમિયાન અમદાવાદમાં કોરોનાના 298 દર્દી નોંધાયાં હતાં. જ્યારે, પોલીસે 24 કલાકમાં કુલ 822 લોકો સામે માસ્ક નિયમ ભંગ, લોકડાઉન ભંગ અને જાહેરનામા ભંગ બદલ ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાની ભીતિ વધતાં મ્યુનિ. તંત્ર સક્રિય બન્યું છે તે સાથે જ પોલીસ પણ ચૂંટણીને કારણે ભૂલાયેલાં પ્રતિબંધોને યાદ કરી તેની અમલવારી શરૂ કરાવી છે.

માસ્ક

કરફ્યૂનો સમય લંબાવાયો

કોરોના અંકુશમાં લેવા માટે રાતે 10 વાગ્યાથી કર્ફ્યૂ અમલમાં મુકાયો હતો તેમાં એક કલાકનો વધારો કરીને રાતે 9 વાગ્યાથી કોરોનાકર્ફ્યૂના આદેશ કરવામાં આવ્યાં છે. કોરોના કર્ફ્યૂનો અમલ કરાવવા માટે શહેરના પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનોને કડક તાકીદ કરવામાં આવી છે કે, રાતે 9 વાગ્યા પછી એકપણ દુકાન ખૂલ્લી ન રહેવી જોઈએ. આ માટે પોલીસ સ્ટેશનના પી.આઈ, સર્વેલન્સ સ્કવોડ અને પોલીસ સ્ટેશનની તમામ વાનને રાતે 9થી 11 સુધી સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.

કોરોનાને અંકુશમાં લેવા માટે પોલીસની સક્રિયતા વધારવા આદેશ કરવામાં આવ્યાં છે. પોલીસે ફરી એક વખત પૂર્ણરૂપે સક્રિયતા દાખવીને માસ્ક, લોકડાઉન અને કર્ફ્યૂ ભંગના કેસ નોંધવાના રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે.

ચૂંટણીમાં બેફામ ભીડ તંત્રને દેખાતી નહોતી, હવે જનતાના ખીસ્સા ખંશેરશે

દરેક પોલીસ સ્ટેશનને દરરોજ 50થી વધુ કેસ અને દંડ વસૂલાતના કેસ કરવાના મૌખિક આદેશ અપાયાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. પોલીસ સ્ટેશનના પી.આઈ, પીસીઆર વાન, પેટ્રોલિંગ વાન ઉપરાંત પીએસઆઈએ રોડ ઉપર ઉભા રહીને માસ્ક, જાહેરમાં થૂંકવા, રાત્રી કર્ફ્યૂ ભંગ, લોકડાઉન ભંગ સહિતના અલગ-અલગ પાંચ કલમ હેઠળના ગુના નોંધવા અને દંડ વસૂલવા માટેના આદેશ કરાયાં છે.

તંત્ર દ્વારા દંડની કાર્યવાહી શરૂ

કોરોનાના કેસમાં ઉછાળો આવતાં જ પોલીસની સક્રિયતા વધી છે. વિતેલા અઠવાડિયામાં શરૂઆતના પાંચ દિવસ દરમિયાન શહેર પોલીસે 400થી 450 લોકો સામે કેસ, માસ્ક દંડની કાર્યવાહી કરી હતી. પરંતુ, તા. 17 અને 18ના રોજ તબક્કાવાર ઉછાળો આવ્યો છે. તા. 17ના રોજ 596 લોકો પાસેથી માસ્ક દંડ વસૂલવા ઉપરાંત જાહેરનામા ભંગનુ 38 અને વિધીવત 13 એફઆઈઆર નોંધી 13 લોકોની અટકાયતની કાર્યવાહી કરવામાં આવી હતી.

જાહેરનામા ભંગનુ 38 અને વિધીવત 13 એફઆઈઆર નોંધી 13 લોકોની અટકાયતની કાર્યવાહી કરવામાં આવી

જ્યારે, તા. 17ના રોજ કુલ 822 લોકો સામે પોલીસ કેસ અને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 700 લોકો પાસેથી સાત લાખ રૂપિયાનો માસ્ક દંડ વસૂલાયો હતો. 56 લોકો સામે જાહેરનામા અને લોકડાઉન ભંગની કાર્યવાહી કરી 8.93 લાખનો દંડ કરાયો હતો. જ્યારે, કોરોના નિયમોનો ભંગ કરવા બદલ 67 એફઆઈઆર નોંધી 66 લોકોની અટકાયત કરાઈ છે. મુક્ત અને ભીડવાળી ચૂંટણી પછી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે સાથે જ પોલીસના દંડ અને કેસ પણ વધી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં હવે મફત સારવાર બંધ કરવામાં આવી છે અને મ્યુનિ. સંચાલિત, આરોગ્ય વિભાગ સંચાલિત હોસ્પિટલમાં મર્યાદિત બેડ રહી ગયાં છે તે સિૃથતિમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. આ પરિસિૃથતિમાં કોરોના પર અંકુશ મેળવવા માટે ગત માર્ચ મહિનાથી અમલમાં મુકાયેલાં પ્રતિબંધાત્મક હુકમોનો અમલ કરવા માટે પોલીસ સક્રિય બની ચૂકી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33