GSTV
Gujarat Government Advertisement

મ્યુનિ.તંત્રના નિર્ણયની ચોમેરથી ટીકા, પરીક્ષાર્થીઓ, નોકરીયાતો બસના અભાવે લાચાર : રિક્ષાવાળાઓએ મોં માંગ્યા દામ વસૂલ્યા!

Last Updated on March 19, 2021 by

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી બસ સેવા બંધ કરવાના રાતોરાત લેવામાં આવેલા અવિચારી નિર્ણયથી ગુરૂવારે લાખો લોકો બસના મળતા લાચાર બનેલા જોવા મળ્યા હતા.ઉપરાંત બસો બંધ હોવાથી રીક્ષાવાળાઓએ પેસેન્જરો પાસેથી મોં માંગ્યા દામ વસૂલતા લોકો હેરાન થઈ ગયા હતા.

લોકો હેરાન થઈ ગયા

રીક્ષાવાળાઓએ પેસેન્જરો પાસેથી મોં માંગ્યા દામ વસૂલતા લોકો હેરાન થઈ ગયા

અમદાવાદ ઉપરાંત શહેર બહારથી આવનારા મુસાફરો પાસેથી એસ.ટી.સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન આ તમામ મુખ્ય સ્થળોએ રીક્ષા ચાલકોએ બેથી ત્રણ ઘણુ ભાડુ વસૂલ કર્યુ હતુ.બીજી તરફ શહેરમાં પરીક્ષા આપવા જવાવાળા સ્ટુડન્ટસને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતા મ્યુનિ.તંત્રના નિર્ણયની ચોમેરથી ટીકા કરવામાં આવી હતી. 

રીક્ષા

સ્ટુડન્ટસને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતા મ્યુનિ.તંત્રના નિર્ણયની ચોમેરથી ટીકા

બુધવારે મોડી રાતના સુમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના વધતા સંક્રમણનું કારણ આગળ ધરીને અચાનક જ એએમટીએસની 700 અને બીઆરટીએસની 254 બસો મળીને કુલ 950 જેટલી બસો અચાનક ગુરૂવાર સવારથી જ ઓનરોડ નહીં મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કારણથી ગુરૂવારે સવાર પડતા જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓથી લઈ નોકરીયાત વર્ગ સહિતના તમામ મ્યુનિ.બસ મેળવવા બસ સ્ટોપ પર પહોંચતા તેમને મ્યુનિ.એ બસો બંધ કરી હોવાના નિર્ણયની જાણ થતા રસ્તા વચ્ચે ફસાઈ ગયા જેવી હાલત લોકોની થવા પામી હતી.

રસ્તા વચ્ચે ફસાઈ ગયા જેવી હાલત લોકોની થવા પામી

છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવોમાં થઈ રહેલા સતત વધારાના કારણે શહેરમાં વસતા મધ્યમ,ગરીબ અને શ્રમજીવી વર્ગ સહિતના લોકોએ એએમટીએસ અને બીઆરટીએસની બસોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનું સાધન હોવાનું અપનાવી લીધુ હતુ.તેવા સમયે મ્યુનિ.ના આ અણઘડ નિર્ણયથી આ લોકોને પડતા ઉપર પાટુ પડયા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33