Last Updated on March 19, 2021 by
વાપીથી ગોવા ડેસ્ટિનેશન વેડિંગમાં ગયેલા વાપીના ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના 12 લોકો કોરોનનાસંક્રમણમાં આવ્યા છે. જયારે બીજી તરફ વલસાડ જિલ્લામાં કોરોનના નવા 3 કેસનો સમાવેશ થયો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ જિલ્લામાં કોરોનાના કુલ 1439 કેસ થયા છે.
વલસાડ જિલ્લામાં આજે છરવાડા ગામના 50 વર્ષીય પુરુષ તિથલ રોડ દર્શન સોસાયટીમાં રહેતા 65 વર્ષના પુરુષ અને 55 વર્ષના પુરુષ કોરોના સંક્રમિત થયા છે. જેની સાથે જિલ્લા આરોગ્ય વિભાગના આનંદ મુજબ કુલ એક્ટિવ કેસની સંખ્યા 20 થઇ ગઈ છે. જયારે વાપીના કુલ પોંઝોતોવ કેસ સાથે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 32 થઇ ગઈ છે.
આજે વધુ એક કોરોના દર્દીએ કોરોનાને મ્હાત આપતા જિલ્લામાં કોરોના સામેનો જંગ જીતનાર લોકોની સંખ્યા 1261 થઇ ગઈ છે. જયારે 158 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. વાપીના ઉદ્યોગપતિના દીકરા અને વાપીના જ અન્ય ઉદ્યોગપતિની દીકરીના ગોવા ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં ગયેલા 24 પૈકી 12 લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમના ટેસ્ટ સુરતમાં ખાનગી ક્લિનિકમાં કરાવાયા હતા જેથી હાલ જિલ્લાના કેસમાં તેની ગણતરી કરવામાં આવી નથી.
જોકે, મહત્વની બાબત એ છે કે ખુદ આરોગ્ય વિભાગ દ્વારા આ વાતની ખરાઈ કરવામાં આવી છે. આ તમામ લોકોના સંપર્કમાં આવેલા લોકોના પણ શુક્રવારે સવારે કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે તેમ એપેડેમિક અધિકારી ડૉ. મનોજ પટેલે જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31