GSTV
Gujarat Government Advertisement

વાહ રે તંત્ર: થિયેટર, મોલમાં લોકો એકઠા થાય તો કોરોના ફેલાય, વિધાનસભામાં ધારાસભ્યો, અધિકારી એકત્રિત થાય તો કંઈ નહી!

Last Updated on March 19, 2021 by

ગુજરાત રાજ્યની પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે બિન્દાસ બનીને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધૂમ પ્રચાર કર્યો,રેલીઓ યોજી,જાહેરસભા યોજી તે વખતે સરકારને કોરોનાનો ડર લાગ્યો નહીં, દાંડી યાત્રા અને ટી ટ્વેન્ટી મેચ યોજાઇ ત્યારે સરકારને કોરોના કેસ વધશે તેનો અંદાજ આવ્યો નહીં, હવે સરકારને કોરોનાની ગંભીરતા સમજાઇ છે. ગુજરાતમાં આંશિક લોકડાઉન થયુ છે ત્યારે ગુજરાત વિધાનસભા ચાલુ રાખવા પાછળનો અર્થ શું છે તે ગુજરાતની જનતાને સમજાતુ નથી. 

ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધૂમ પ્રચાર કર્યો

ગુજરાત વિધાનસભા ચાલુ રાખવા પાછળનો અર્થ શું

શાળા-કોલેજ,િથયેટર,મોલમાં લોકો એકઠા થાય તો સરકારને કોરોના વકરવાની ભીતિ લાગે છે. લગ્ન કે સામાજિક પ્રસંગે 100 લોકો એકઠાં થાય તો સરકારને કોરોનાના કેસો વધશે તેવો ભય સતાવે છે. પણ ગુજરાત વિધાનસભામાં 170થી વધુ ધારાસભ્યો,100થી વધુ અિધકારીઓ એકઠા થાય,પોલીસના ધાડેધાડા ઉતર્યા છે. મુલાકાતીઓની અવરજવર છે.સોશિયલ ડિસટન્સના નિયમો નેવે મૂકાયાં છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધે નહી એવુ કોણે કીધુ. એકને ખોળ,બીજાને ગોળ જેવી નીતિ અખત્યાર કરનારી ભાજપ સરકાર લોકોેને કોરોનાથી ચેતવા સુફિયાણી સએકને ખોળ,બીજાને ગોળ જેવી નીતિલાહ આપી રહી છે. 

એકને ખોળ,બીજાને ગોળ જેવી નીતિ

નવાઇની વાત તો એછેકે, સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો એક હજાર દંડ ફટકારવા પોલીસને જાણે તાન ચડે છે.બીજી તરફ, વિધાનસભા ગૃહમાં પ્રજાના ચૂંટાયેલાં પ્રતિનિધીઓ માસ્ક પહેરતાં જ નથી. આમ,વિધાનસભા ગૃહમાં નિયમોનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે ત્યારે રાજકારણીઓને જાણે કોઇ કહેનાર જ નથી.બધા ય નિયમો માત્ર આમ જનતા માટે છે. બીજુ કે, વિધાનસભા બજેટ સત્રમાં અત્યારે તો જાણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચ ફ્રેન્ડલી મેચ રમાતી હોય તેવુ પ્રસૃથાપિત થઇ રહ્યુ છે. ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાની ચર્ચાને બદલે ધારાસભ્યોએ કેવા વસ્ત્રો પહેરવા જોઇએ તે મુદ્દે ચર્ચા થઇ રહી છે.

ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો

એટલું જ નહીં, સત્તાધારી પક્ષ-વિપક્ષ કોરોનાથી ગુજરાતને મુક્ત કરવા શું કરવું જોઇએ,કોરોનાની મહામારીમાંથી ગુજરાતના આૃર્થતંત્રને કેવી રીતે બેઠુ કરવુ જોઇએ તેવી પ્રજાલક્ષી ચર્ચાને બદલે તમારા બાપ દાદાએ આવુ કર્યું, તેવુ કર્યુ તેવું થૂંક ઉડાડી રહ્યાં છે.

આમ, ગુજરાતમાં મોલ, શાળા, કોલેજ ,િથયેટર, કલબ, જીમ , પ્રાણીસંગ્રહાલય, બાગ બગીચા, રિવરફ્રન્ટ બંધ કરાવી દેવાયા છે. કરફયુના સમય અવિધમાં વધારો કરીને ધંધા રોજગાર બંધ કરી દેવાયાં છે ત્યારેગુજરાત વિધાનસભા કેમ ચાલુ રખાઇ છે તે સમજાતુ નથી. વાસ્તવમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જઇને કોરોનાની મહામારીની લોકજાગૃતિના કામોમાં પરોવાઇ જાય તો ય ઘણુ ખરૂ કામ થઇ શકે તેમ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33