Last Updated on March 19, 2021 by
દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસના ચેપમાં ફરીથી તેજી જોવામાં આવી રહી છે. આને લીધે અનેક અસરગ્રસ્ત દેશોએ ફરીથી લૉકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના પાટનગર પેરિસ અને અન્ય વિસ્તારોમાં એક મહિના માટે આંશિક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન શાળા અને જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે.
શાળા અને જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે
નવેમ્બર 2020 પછી ફરી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એક ખાનગી વેબસાઈટ અનુસાર, ફ્રાંસમાં 91 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે કુલ સંક્રમિતોનો આંકડો 41 લાખથી વધુ છે. ફ્રાંસ અસરગ્રસ્ત દેશોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. ફ્રાંસની રાજધાની પેરિસમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને લીધે ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના લીધે હોસ્પિટલના આઈસીયુના બેડ ઓછા પડવા લાગ્યા છે.
વાયરસના નવા સ્વરૂપને લીધે ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે
કોવિડ-19 રસીની અછતને લીધે રસીકરણ અભિયાનમાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ વિમાનથી દર્દીઓને પેરિસથી ઓછા ચેપગ્રસ્ત વિસ્તારોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ફ્રાંસની આરોગ્ય સેવાના પ્રવક્તા અનુસાર, સ્થિતિ ખૂબ જ જટિલ ખરાબ છે. પેરિસ અને બીજે સ્થિતિ નાજુક છે.
બીજી તરફ વિશ્વના ઘણા દેશો દ્વારા એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવેલા અસ્થાયી પ્રતિબંધથી દરેકની ચિંતા વધી ગઇ હતી.પરંતુ હવે ઇટાલી અને ફ્રાન્સે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં બંને દેશો ફરીથી રસીકરણ શરૂ કરશે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આ અંગે ચર્ચા કરી હતી, અને એસ્ટ્રાઝેનેકાના ઉપયોગને ફરીથી રજૂ કરવા હાંકલ કરી હતી.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આ અંગે ચર્ચા કરી
બંને દેશો તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, તેઓ ફક્ત યુરોપિયન મેડિસન એજન્સીના નિવેદનની રાહ જોઇ રહ્યાં છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, એસ્ટ્રાઝેનેકા પર લાદવામાં આવેલા પ્રતિબંધ માત્ર રાજકીય નિર્ણય હતો. કારણ કે, એસ્ટ્રાઝેનેકાની રસી ઓક્સફર્ડના સહયોગથી બનાવવામાં આવી છે .યુરોરિયન દેશોએ બ્રેગ્યુટને લીધે આ રસી ઉપર પ્રતિબંધ મુક્યો હતો .જે એક રાજકીય ચાલ હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31