GSTV
Gujarat Government Advertisement

મહત્વના સમાચાર/ ધો.09 થી 12ની પરીક્ષા 8 મહાનગરોમાં માત્ર ઓનલાઈન યોજાશે ,અન્યત્ર ઓફલાઈન

Last Updated on March 19, 2021 by

રાજ્યની ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા આવતીકાલે ૧૯મીથી શરૃ થઈ રહી છે ત્યારે કોરોનાને પગલે સરકારે અમદાવાદ સહિતના ૮ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યુ છે જેને પગલે હવે આ આઠ મહાનગરોમાં ૯થી૧૨ની પરીક્ષા માત્ર ઓનલાઈન જ લેવાશે અને અન્ય તમામ નગરો-શહેરો અને ગામોની સ્કૂલોમાં રાબેતામુજબ કલાસરૃમમાં જ ઓફલાઈન ધોરણે જ લેવાશે.ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા અને ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા પહેલા ધો.૯થી૧૨માં પ્રથમ સત્ર પરીક્ષા લેવી ખુબ જ જરૃરી છે.

ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા પહેલા ધો.૯થી૧૨માં પ્રથમ સત્ર પરીક્ષા લેવી ખુબ જ જરૃરી

શાળા

ગામોની સ્કૂલોમાં રાબેતામુજબ કલાસરૃમમાં જ ઓફલાઈન ધોરણે જ લેવાશે

આ પરીક્ષાના ગુણ ફાઈનલ પરીક્ષા માટે આંતરિક ગુણ ગણાવાના હોવાથી આ પરીક્ષા આપવી પણ તમામ વિદ્યાર્થીઓ જરૃરી છે પરંતુ કોરોનાને લીધે રાજ્યના ૮ મહાનગરોના ધો.૯થી૧૨ના વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન પરીક્ષા નહી આપી શકે. બોર્ડની સૂચનાથી સ્કૂલોએ પણ પરીક્ષાની તમામ તૈયારી કરી લીધી હતી.

બોર્ડની સૂચનાથી સ્કૂલોએ પણ પરીક્ષાની તમામ તૈયારી કરી લીધી

સરકારે ૧૦ એપ્રિલ સુધી આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ-કલાસરૃમ શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરતા હવે ધો.૯થી૧૨ની પરીક્ષા કલાસરૃમમાં લઈ નહી શકાય. અમદાવાદ,સુરત,વડોદરા, રાજકોટ, જામગનર, ગાંધીનગર, ભાવનગર અને જુનાગઢ સહિતના આઠ મહાનગરોની ધો.૯થી૧૨ની સ્કૂલોમાં  પ્રથમ સત્ર પરીક્ષા માત્ર ઓનલાઈન જ લેવા બોર્ડે પરિપત્ર કર્યો છે.

ફોર્મ

ધો.૯થી૧૨ની પરીક્ષા કલાસરૃમમાં લઈ નહી શકાય

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી સૂચના આપીછે કે  ૧૯મી માર્ચથી ૨૭ માર્ચ સુધી લેવાનાર પ્રથમ સત્ર પરીક્ષા   આઠ મહાનગરોની સ્કૂલો માટે માત્ર ઓનલાઈન અને  આ સિવાયના અન્ય શહેરો,ગામો અને નગરોની સ્કૂલોમાં રાબેતા મુજબ ઓફલાઈન ધોરણે લેવાની રહેશે. જ્યાં ઓનલાઈન પરીક્ષા લેવાની છે ત્યારે શાળાઓએ વિદ્યાર્થીઓની પ્રશ્નપત્રોની સોફ્ટ કોપી મોકલી આપવાની રહેશે અને વિદ્યાર્થીઓએ લખેલા જવાબોની સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપી શાળામાં મોકલી આપવાની રહેશે. મહાનગર પાલિકા સિવાયના તમામ વિસ્તારોમાં આવેલી ધો.૯થી૧૨ની સ્કૂલોમાં પ્રથમ સત્ર પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ જ  યોજાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33