GSTV
Gujarat Government Advertisement

ફેસબૂક પેજના એડમીન/મેમ્બર આ આર્ટિકલ અચૂક વાંચજો, FBએ કડક કરી દીધા છે આ નિયમો / અજાણ રહેશો તો ભરાશો

Last Updated on March 19, 2021 by

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ગ્રુપ માટે નવા નિયમો બનાવ્યાં છે. ફેસબુક (FB) ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કંપની કાર્યવાહી કરશે. તેના એડમિન અને મોડરેટર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

FB

FBએ કરી સત્તાવાર જાહેરાત

ફેસબુક (FB)ના એક સત્તાવાર બ્લોગપોસ્ટમાં કહેવાયું હતું કે કંપનીએ વાંધાજનક પોસ્ટથી બચવા માટે નવા નિયમો બનાવ્યા છે. એ પ્રમાણે હાનિકારક કન્ટેન્ટ સામે તુરંત કાર્યવાહી થશે. ગ્રુપમાં નફરત ફેલાવતી પોસ્ટ, ફોટો કે વીડિયો શેર કરનારા સામે બ્લોક કરવા સુધીની કાર્યવાહી કરાશે.

નિયમભંગ બદલ થશે આ કાર્યવાહી

જો કોઈ મેમ્બર વારંવાર નિયમ તોડશે તે તેને ફેસબુકમાં લિમિટેડ એક્સેસ જ અપાશે. એટલું જ નહીં, નવા સજેશન્સ જ મળતાં બંધ થઈ જશે. નફરત ફેલાવતા ગ્રુપને બંધ કરી દેવામાં આવશે.

સતત નિયમભંગ થશે તો FB લેશે આ પગલાં

વાયોલેશન કન્ટેન્ટ પોસ્ટ કરનારની પોસ્ટ અટકાવી દેવાશે. તેની સમય મર્યાદા સાતથી ૩૦ દિવસની રહેશે. જો વારંવાર એવું થશે તો એ યુઝર્સ પર પ્રતિબંધ જ મૂકી દેવાશે. એવા મેમ્બર્સ ગ્રુપમાં નવા મેમ્બર્સને જોડવા સમક્ષ નહીં હોય.

જો કોઈ ગ્રુપમાં બહુ બધા સભ્યો વારંવારની સૂચના પછી પણ નફરત ફેલાવતી પોસ્ટ કરશે તો એના એડમિન સામે અને મોડરેટર્સ સામે જ કાર્યવાહી કરાશે. જે ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ જણાશે તેની પાસેથી દરેક પોસ્ટ વખતે ફેસબુક એડમિન અને મોડરેટર્સની પરવાનગી મેળવશે અને એ પછી એડમિન અને મોડરેટર્સ જ તેના માટે જવાબદાર ગણાશે.

વિવિધ ગ્રુપમાં અમર્યાદ રીતે વાંધાજનક પોસ્ટ થતી હોવાથી ફેસબુકે આ નિર્ણય કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33