GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો લાગશે નહીં, કોરોના હારશે, ગુજરાત જીતશે તેની અમને ખાતરી: રૂપાણી

Last Updated on March 19, 2021 by

ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં જીવલેણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સ્વીકારતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેમ છતાંય ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે તેવો ભય રાખવાની જરૂર નથી.  પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના હારશે, ગુજરાત જીતશે તેની અમને ખાતરી છે. તેથી જ અમે વધુ લોકોને વેક્સિન આપવાનું આયોજન કરી રહ્યા છીએ. તેમ જ કોરોનાના ટેસ્ટિંગ પણ વધારી રહ્યા છીએ. લોકોએ પણ સાવધાની વધારવી જરૂરી છે.

કોરોના

કોરોનાના ટેસ્ટિંગ પણ વધારી રહ્યા છીએ

તેમણે કહ્યું હતું કે કોરોનાના સંદર્ભમાં કોઈપણ પરિસ્થિતિ નિર્માણ થાય તો તેને પહોંચી વળવામાં અમે સક્ષમ છીએ. કોઈપણ જગ્યાએ વધુ ભીડભાડ ન થાય તે માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. કોરોનાની રસી આપવાની કામગીરીને વધુ વેગ આપવામાં આવશે. કોરોનાના દરદીઓને સારવાર મળી રહે તે માટે પથારીની સંખ્યામાં વધારો કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત વધારો

છેલ્લા દોઢ મહિનામાં રાજકીય પક્ષો, વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૭૬ નવા કેસ નોંધાયા હતા. ૧૨ ડિેસેમ્બર એટલે કે ૯૨ દિવસ બાદ રાજ્યમાં કોરોનાએ ૧૨૦૦ની સપાટી વટાવી છે. આમ, રાજ્યમાં પ્રતિ કલાકે ૫૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. હાલમાં ૫,૬૮૪ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.

Corona

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા

રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૨,૪૪૯ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૩૩ છે. માર્ચ માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૧૨,૫૬૦ કેસ નોંધાઇ ચૂક્યા છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૧ માર્ચના રાજ્યમાં દૈનિક કેસનો આંક ૭૧૦ હતો. આમ, એક સપ્તાહમાં કોરોનાના કેસની ગતિમાં ૮૦%નો વધારો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33