Last Updated on March 19, 2021 by
2015માં વીમા સેક્ટરમાં વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા વધારવામાં આવ્યા પછી આ સેક્ટરમાં અત્યાર સુધી 26,000 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે તેમ નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું હતું.
FDI વધવાથી વીમા કંપનીઓને મૂડીની જરૂરિયાત પૂર્ણ થશે
ઇન્સ્યુરન્સ(એમેન્ડમેન્ટ) બિલ, 2021ની ચર્ચા દરમિયાન સિતારમને જણાવ્યું હતું કે વીમા કંપનીઓ નાણા પ્રવાહિતાનો સામનો કરી રહી હોવાથી સરકાર આ સેક્ટરમાં FDIની મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીમા સેક્ટરમાં FDIની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાથી વીમા કંપનીઓને મૂડીની જરૂરિયાત પૂર્ણ થશે.
હાલમાં એફડીઆઇની મર્યાદા 49 ટકા
વીમા સેક્ટર રેગ્યુલેટર આઇઆરડીએઆઇ સાથે ચર્ચા કર્યા પછી વીમા સેક્ટરની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અંગની જાહેરાત પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે કરવામાં આવી હતી. હાલમાં વીમા સેક્ટરમાં એફડીઆઇની મર્યાદા 49 ટકા છે.
આ દરમિયાન આજે રાજ્યસભામાં ઇન્સ્યુરન્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2021ને સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માગ સાથે વિરોધ પક્ષોએ હોબાળો કરતા રાજ્યસભાની કાર્યવાહી ચાર વખત મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જો કે વિરોધ પક્ષના હોબાળા વચ્ચે પણ રાજ્યસભામાં ઇન્સ્યુરન્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2021 ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું.
આ બિલ અંગેની ચર્ચા દરમિયાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે ભારતમાં જીડીપીના ફક્ત 3.6 ટકા જ રકમ જીવન વીમાના પ્રિમિયમ પાછળ ખર્ચવામાં આવે છે. આ પ્રમાણ 7.13 ટકાના વૈશ્વિક પ્રમાણથી ખૂબ જ ઓછું છે. તેવી જ રીતે ભારતમ્ સામાન્ય વીમાના પ્રિમિયમ પાછળ જીડીપીના ફક્ત 0.94 ટકા જ રકમ ખર્ચવામાં આવે છે જે 2.88 ટકાના વૈશ્વિક પ્રમાણથી ખૂબ જ ઓછું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31