Last Updated on March 19, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં રાજકીય પક્ષો, વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૭૬ નવા કેસ નોંધાયા હતા. ૧૨ ડિેસેમ્બર એટલે કે ૯૨ દિવસ બાદ રાજ્યમાં કોરોનાએ ૧૨૦૦ની સપાટી વટાવી છે. આમ, રાજ્યમાં પ્રતિ કલાકે ૫૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. હાલમાં ૫,૬૮૪ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૨,૪૪૯ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૩૩ છે. માર્ચ માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૧૨,૫૬૦ કેસ નોંધાઇ ચૂક્યા છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૧ માર્ચના રાજ્યમાં દૈનિક કેસનો આંક ૭૧૦ હતો. આમ, એક સપ્તાહમાં કોરોનાના કેસની ગતિમાં ૮૦%નો વધારો થયો છે.
વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત વધારો
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસમાં સુરત ૩૯૫ સાથે ફરી મોખરે રહ્યું છે. સુરત શહેરમાં ૩૨૪-સુરત ગ્રામ્યમાં ૭૧ કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક ૫૭,૧૩૧ થયો છે જ્યારે ૧,૬૫૧ એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં ૨૯૮-ગ્રામ્યમાં ૬ સાથે ૩૦૪ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૭ ડિસેમ્બર બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક ૩૦૦ને પાર થયો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક હવે ૬૫,૬૬૭ છે.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો | ૧૮ માર્ચ | એક્ટિવ કેસ |
સુરત | 395 | 1651 |
અમદાવાદ | 304 | 1114 |
વડોદરા | 129 | 775 |
રાજકોટ | 113 | 353 |
જામનગર | 48 | 155 |
ભાવનગર | 32 | 145 |
પંચમહાલ | 25 | 100 |
ખેડા | 25 | 88 |
ગાંધીનગર | 24 | 115 |
મહેસાણા | 18 | 123 |
દાહોદ | 18 | 92 |
કચ્છ | 15 | 129 |
કોરોનાના દૈનિક કેસનો આંક ૩૦૦ને પાર
વડોદરા શહેરમાં ૧૧૧-ગ્રામ્યમાં ૧૮ સાથે ૧૨૯, રાજકોટ શહેરમાં ૯૮-ગ્રામ્યમાં ૧૫ સાથે ૧૧૩ કેસ નોંધાયા છે. આમ, ચાર મહાનગરોમાં જ ૯૪૧ કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૪૮ સાથે જામનગર, ૩૨ સાથે ભાવનગર, ૨૫ સાથે પંચમહાલ-ખેડા, ૨૪ સાથે ગાંધીનગર, ૧૮ સાથે દાહોદ-મહેસાણા, ૧૫ સાથે કચ્છનો મુખ્યત્વે સમાવેશ થાય છે.સતત બીજા દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં ડાંગ-પોરબંદર જ એવા જિલ્લા છે જ્યાં કોરાનાના કુલ કેસનો આંક ૧ હજાર સુધી પહોંચ્યો નથી.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨-સુરતમાંથી ૧ એમ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨,૩૨૮ જ્યારે સુરતમાં ૯૮૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૨૬૬, અમદાવાદમાંથી ૨૫૫, વડોદરામાંથી ૧૨૧, રાજકોટમાંથી ૭૭ એમ રાજ્યભરમાંથી ૮૯૯ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી ૨,૭૨,૩૩૧ દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર ૯૬.૪૨% છે. બુધવારે વધુ ૫૮,૩૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ કુલ ટેસ્ટનો આંક ૧.૨૪ કરોડ છે. રાજ્યમાં ૩૫,૬૧૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31