GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોના ફેલાવનારા સામે કાર્યવાહી કરો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો : નેતાઓને ભારે પડી શકે છે તાયફાઓ

Last Updated on March 18, 2021 by

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાનો મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કોરોના ફેલાવનારા લોકો સામે પગલાં લેવા માંગણી કરી છે. ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી કોરોના વકરવા પાછળ ચૂંટણીના મેળાવડા જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્ટેડિયમમાં મેચ માટે નેતાઓએ પણ હાજરી આપી હોવાનો તેમજ આ દરમ્યાન બેદરકારી દાખવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. નેતાઓની બેદરકારીને કારણે સામાન્ય લોકોને પરેશાનીનો ભોગ ન બનાવવા ગ્યાસુદ્દીન શેખે રજૂઆત કરી છે. સાથે જ તેમણે ટેસ્ટિંગ પ્રક્રિયા અને વેક્સિનેશન ઝડપી કરવાની પણ માંગ કરી છે.

સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 1276 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો પણ જાણે વિકાસ થઇ રહ્યો હોય તેવી રીતે કોરોનાના કેસોમાં સતતને સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 1276 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં 2 અને સુરતમાં 1 દર્દીનું મોત થતા કુલ 3 લોકોના મોત થઇ ગયા છે.

તો આજદિન સુધીમાં ગુજરાતમાં કોરોનાના કારણે 4 હજાર 433 દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 899 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 72 હજાર 332 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5684 જેટલી થઇ ગઇ છે તો 63 જેટલા લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે.

૯૫૦ જેટલી બસોના પૈડાં આજથી ફરી અચોક્કસ મુદ્ત માટે થંભી ગયા

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને AMTS અને BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. જેથી ૯૫૦ જેટલી બસોના પૈડાં આજથી ફરી અચોક્કસ મુદ્ત માટે થંભી ગયા છે. રાતોરાત લેવાયેલા આ નિર્ણયથી સેંકડો નોકરીયાતો, મુસાફરો અટવાયા હતા. અમદાવાદમાં રાતો રાત એએમટીએસ અને બીઆરટીએસ બંધ કરવાના નિર્ણયથી રીક્ષા ચાલકો બેફામ જોવા મળ્યા છે. કારણકે રીક્ષાચાલકોએ મનફાવે તેટલા મુસાફરો રીક્ષામાં ભર્યા હતા. રિક્ષામાં ઘેટાંબકરાંની જેમ મુસાફરો ભરવામાં આવ્યા હતા..તો સાથે જ કેટલાય સ્થળો પર મનફાવે તેવા ભાડા પણ વસુલતા હોવાના આક્ષેપ લાગ્યા છે તો ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદમાં શનિ અને રવિવારે મોલ અને થિયેટરો પણ બંધ રાખવાનો તંત્રે નિર્ણય લીધો છે. હવે ચાની કિટલીઓ અને પાનમસાલાની દુકાનો બંધ થઈ શકે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33