GSTV
Gujarat Government Advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : ટ્રમ્પ ચૂંટણી હાર્યા, ગુજરાત કોરોનામાં હાર્યું

Last Updated on March 18, 2021 by

ગુજરાતમાં આજે ફરી કોરોનાનો વિસ્ફોટ થયો છે અને નવાં ૧૧૨૨ કેસ નોંધાયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનમાં એકઠી થયેલી લાખોની મેદની બાદ આ પરિસ્થિત સર્જાઇ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને રાજ્ય સરકારને પણ અંતે બ્રહ્મજ્ઞાાન લાધતા હવે વિવિધ નિયમો અને પ્રતિબંધો જાહેર થઇ રહ્યા છે, પરંતુ હવે સમય વીતી ચૂક્યો છે અને જનતા ફરી રાત્રિ કરફ્યૂ અને વિવિધ નિયમોના વમળમાં ફરી સપડાઇ છે. ગુજરાતમાં ફરી એક વાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા છે. ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આજે સુરતમાં ૩૪૫, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪ અને રાજકોટમાં ૧૧૨ કેસ નોંધાયા છે.

સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમન સમયે જ ભારતમાં કોરોના પ્રવેશી ચૂક્યો હતો

એક વર્ષ પહેલાં ફેબ્રુઆરી – 2020 માં મોટેરા વિસ્તારમાં આવેલા આ જ સ્ટેડિયમમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે સ્ટેડિયમ અને ટ્રમ્પના આગમનના કારણે અમદાવાદમાં રાજ્યભરમાંથી લાખો લોકો એકઠાં થયા હતા. આ સમયે ભારતમાં કોરોના પ્રવેશી ચૂક્યો હતો અને મહામારીનો ભય તોળાતો હોવા છતાં મોટાપાયે આ આયોજનને યથાવત્ રાખવામાં આવ્યું હતું. આ આયોજનના ત્રણ અઠવાડિયા બાદ ગુજરાત કોરોનામાં સપડાયું હતું અને લોકડાઉનના કાળા દિવસો શરૂ થયો હતો. જો કે આ ઘટનામાંથી સરકારે કોઇ બોધપાઠ લીધો ન હોય તેમ ફરી આ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.

હવે મેચ જોવા ગયેલા લોકો પણ અફસોસ અનુભવી રહ્યાં છે

માસ્ક થોડી વાર પણ નીચે થાય તો સામાન્ય વ્યક્તિને એક-એક હજારનો દંડ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને સ્ટેડિયમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હોવા છતાં કોઇ સત્તાતંત્ર આ મુદ્દે બોલવા કે પગલાં લેવા તૈયાર નથી. હવે કોરોનાથી ડરવાની જરૂર નથી તેવું સરકાર કહેતી હોવાથી લાખો લોકો હોંશે-હોંશે અહીં મેચ જોવા ગયા હતાં અને હવે સરકારે રાત્રિ કરફ્યૂ સહિતના નિયમો ફરી લાગુ કરતા મેચ જોવા ગયેલા લોકો પણ અફસોસ અનુભવી રહ્યાં છે.

જો કે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક ચૂંટણીઓમાં સરકારને જંગી જનસમર્થન મળ્યું છે . જેનો મતલબ સત્તાધિશો એવો કરી રહ્યા છે કે લોકડાઉનમાં સહન કરવી પડેલી અપાર મુશ્કેલીઓ છતાં લોકોએ તેમને પસંદ કર્યા છે, તેથી સરકાર હવે એવા આત્મવિશ્વાસમાં છે કે તે સામાન્ય લોકો માટે ગમે તેવાં નિયમો લાગુ કરશે, લોકો તેનો વિરોધ નહીં કરે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33