GSTV
Gujarat Government Advertisement

કિરીટ જોશી હત્યા કેસ : વિદેશ ફરાર થયેલ આરોપીઓ આખરે કેમ ભારત આવવા મજબૂર બન્યાં, થયા અનેક ખુલાસાઓ

Last Updated on March 18, 2021 by

28મી એપ્રિલ, 2018ના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં કરવામાં આવેલ ચકચારી હત્યા કેસમાં જામનગર પોલીસે ૩ હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ પણ થયા છે. હત્યા કર્યા બાદ આરોપીઓ વિદેશ ફરાર હતા અને આખરે કેવી રીતે આ આરોપીઓ ભારત આવ્યા તેને લઈને માહિતી સામે આવી રહી છે. દીપેન ભદ્રને જામનગર એસ.પી તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ જયેશ પટેલનો આર્થિક વ્યવહાર ખોરવી નાંખ્યો હતો જેના કારણે જયેશની કમર તૂટી ગઇ હતી અને આરોપીઓ ભારત આવવા મજબૂર થયા અને પોલીસે તેઓની કોલકાતાથી ધરપકડ કરી હતી.

આરોપી કે જેની ધરપકડ કરવામાં આવી છે તેને કિરીટ જોશીની હત્યા કર્યા બાદ કુખ્યાત જયેશને હત્યાના ફોટો અને તેની કારના ફોટો વોટ્સઅપ કર્યા હતાં. આરોપીઓ હાલમાં જામનગર પોલીસની કસ્ટડીમાં છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવી કબૂલાત પણ કરી છે કે તેઓ હત્યા કરીને ભારતના અલગ અલગ પ્રાંતમાં રોકાયા હતાં. જ્યાર બાદ તેઓ ભૂતાન ગયા હતાં. ત્યાં આશરે દોઢ માસ જેટલું રોકાણ કર્યું હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે. ત્યાંથી આરોપીઓ ભારત પરત આવ્યા અને મુંબઈમાં રોકાયા હતાં. જ્યાં રોકાવા માટે જયેશે મદદ કરી હતી તો સાથે આરોપીઓને ડુપ્લીકેટ પાસપોર્ટ પણ બનાવી આપ્યાં હતાં.

(વકીલ કિરીટ જોશી)

પકડાયેલા આરોપીઓમાં દિલીપ પુજારાએ રાજેશ ઠક્કર નામનો પાસપોર્ટ બનાવ્યો હતો તો હાર્દિક ઠક્કર, સચિન ઠક્કર, જયંત ચારણ અને જીજ્ઞેશ ગઢવીના નામે પાસપોર્ટ બનાવી તેઓ ફરાર થઇ ગયા હતાં. નકલી પાસપોર્ટ બનાવ્યા બાદ આરોપીઓએ યોજના બનાવી અને જયેશ પટેલની મદદથી આરોપીઓ થાઈલેન્ડ ફરાર થઇ ગયા હતાં. જ્યાં આશરે 1 વર્ષ જેટલો સમય રોકાયા હતાં અને ત્યાંથી તેને જયેશ પટેલ દ્વારા સેનેગલ મોકલી દીધા હતાં. આરોપીઓ સેનેગલ પહોંચ્યા અને તેના માટે એ કમઠાણ ઊભી થઇ હતી કે કોરોનાના કારણે ત્રણેય આરોપીઓએ લોકડાઉન સેનેગલમાં જ વિતાવ્યું હોવાની કબૂલાત કરી છે. આરોપીઓએ એવી કબૂલાત કરી છે કે જયેશ યુ.કેથી દર મહીને ૫ લાખ રૂપિયા આરોપીઓને આપતો હતો.

એ સમયે દીપેન ભદ્રને જામનગરના એસ.પી તરીકેનો ચાર્જ સંભાળ્યો અને જયેશ પટેલનું ખંડણીનું રેકેટ તેઓએ તોડી પાડ્યું હતું જેથી જયેશ પટેલને પણ યુ.કેમાં રહેવા માટે આર્થિક સંકડામણ ઊભી થઇ હતી. જેથી જયેશે આરોપીઓને ૬ માસથી રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું હતું.

(દીપેન ભદ્રન)

જેથી હાર્દિક ઠક્કર પહેલાં ભારત આવ્યો અને તેના લોકલ સંપર્કની મદદથી ગત 11 માં મહિનામાં તે કોલકાતા પહોંચ્યો હતો અને ત્યાં તેણે એક મકાન ભાડે રાખ્યું હતું. રહેવા માટે હાર્દિક ઠક્કરે ગીચ વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાર બાદ હાર્દિકે તેના ભાઈ દિલીપ ઠક્કર અને જયંત ચારણને પણ બોલાવી લીધા હતાં ગત ૧૨ તારીખે દિલીપ અને જયંત કોલકાતા પહોંચ્યા હતાં અને તેના ગણતરીના દિવસોમાં જ ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યાં હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33