GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ અમદાવાદમાં હવે ચાની કિટલી અને પાનના ગલ્લાંનો વારો : તંત્રએ બંધ કરાવવા કરી આ તૈયારીઓ, ભૂલ કરી તો થશે મોટો દંડ

Last Updated on March 18, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો ઉપરાંત મોટા-મોટા મહાનગરો જેવાં કે, અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં BRTS બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી તેમજ બાગ-બગીચાઓ સહિતના સાર્વજનિક સ્થળો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ત્યારે હવે અમદાવાદમાં હવે ચાની કિટલી અને પાનના ગલ્લાંનો વારો આવ્યો છે.


Tea Side effects


અમદાવાદના સોલિડ વેસ્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘શહેરના સાત ઝોનમાં 225થી વધુ ટીમો તૈયાર કરવામાં આવી છે. પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ પણ બંધ કરાવીશું. ઉપરાંત મોલમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ટોળે વળેલાં કોઈ પણ દુકાન અને મોલમાં ગમે તે સમયે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.’

જરૂરિયાત પડશે તો ફરીથી MOU કરીને ખાનગી હોસ્પિટલના બેડ વધારાશે

આજ રોજ અમદાવાદના AMC ની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ યોજાઇ. સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન હિતેશ બારોટની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. જેમાં હિતેશ બારોટે હોસ્પિટલોમાં સરકારી બેડ શરૂ કરવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘જો જરૂરિયાત પડશે તો ફરીથી MOU કરીને ખાનગી હોસ્પિટલના બેડ વધારવામાં આવશે.’ અમદાવાદમાં BRTS અને AMTS બસ બંધ થવાને કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હિતેશ બારોટે આ અંગે જણાવ્યું કે, ‘લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.’

સ્ટેન્ડિંગ કમિટીમાં બે કામો નક્કી કરવામાં આવ્યાં

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં બે કામો નક્કી કરવામાં આવ્યાં. જેમાં પાલડી સંસ્કાર કેન્દ્રનું ભાડું વધારવાનું કામ તેમજ આર્ટ ગેલેરીનું ભાડું વધારવાનું કામ પણ મંજૂર કરાયું. પાલડી સંસ્કાર કેન્દ્રની ફી લેવા મંજૂરી આપવામાં આવે તે કામ નક્કી કરાયું.

શાળા-કોલેજોમાં 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે પણ આજે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.

શહેરમાં કુલ 60 સ્થળો માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં મંગળવારે જ્યાં કોરોનાના 241 નવા કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ એક જ દિવસમાં નદીપારના 13 સહિત શહેરમાં નવા કુલ 14 કોરોના સંક્રમિત સ્થળોને કોરોનાના કેસની સંખ્યાના આધારે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરજ પડી છે. હાલની પરિસ્થિતિમાં શહેરમાં કુલ 60 સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33