Last Updated on March 18, 2021 by
‘રામાયણ’ સીરિયલના ખ્યાતનામ એક્ટર અરુણ ગોવિલ ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા નિભાવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે પાર્ટીનું સભ્યપદ લીધુ હતું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ પણ હાજર રહ્યા હતા.
જ્યારથી મોદીજીએ દેશ સંભાળ્યો ત્યારથી રાજકારણની પરિભાષા બદલાઈ-ગોવિલ
ભાજપમાં શામેલ થયા બાદ અરુણ ગોવિલે કહ્યુ હતું કે, આ સમયે અમારૂ જે કર્તવ્ય છે, તે કરવુ જોઈએ. મને આ પહેલા રાજનીતિ શું છે તે સમજમાં આવતી નહોતી. પણ જ્યારથી મોદીજીએ દેશને સંભાળ્યો ત્યારથી તેની પરિભાષા બદલાઈ ગઈ. મારા દિલમાં જે હોય છે, તે હું કરી નાખુ છું.
Actor Arun Govil joins BJP at party headquarters in New Delhi. #JoinBJP pic.twitter.com/eiI1aCdRRt
— BJP (@BJP4India) March 18, 2021
પાર્ટીમાં શું જવાબદારી મળશે તેના વિશે કંઈ નક્કી નથી
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની વચ્ચે ગોવિલે ભાજપમાં એન્ટ્રી મારી છે. જો કે, પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે, તે હજૂ સુધી નક્કી કરાયુ નથી. ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, ગોવિલ ભાજપનું સભ્યપદ લીધા બાદ વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જો કે, આ બાબતે પાર્ટી અથવા ગોવિલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
રામાયણના મોટા ભાગના મુખ્ય પાત્રોની રાજકારણમાં એન્ટ્રી
આપને જણાવી દઈએ કે, અરુણ ગોવિલ પહેલા પણ કેટલાય કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. રામાયણમાં સીતાની ભૂમિકા ભજવતા દીપિક ચિખલીયા ઉપરાંત હનુમાનની ભૂમિકા ભજવતા દારા સિંહ અને રાવણની ભૂમિકા ભજવતા અરવિંદ ત્રિવેદી પણ રાજકારણમાં આવી ગયા છે. દિપીકા ચિખલિયા ભાજપની ટિકિટ પરથી બે વાર ચૂંટણી લડી ચુક્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31