GSTV
Gujarat Government Advertisement

કરે કોઇ અને ભોગવે કોઇ/ તંત્રની ભૂલોમાં કોરોના વકર્યો અને દંડનો દંડો વિંઝાઈ રહ્યો છે સામાન્ય જનતા પર, સરકાર સામે પ્રજામાં રોષ

Last Updated on March 18, 2021 by

કરે કોઇ અને ભોગવે કોઇ એવી પરિસ્થિતી આજે આપણે ત્યાં સર્જાઇ છે. તંત્રના પાપે અને અધિકારીઓના પાપે આજે સમગ્ર ગુજરાતમાં કોરોના ફાટી નીકળ્યો છે. ત્યારે તેનાથી સૌથી વધુ હાલાંકી હવે સામાન્ય જનતાને ભોગવવી પડી રહી છે. નેતાઓ ભૂલ કરે અને હાલાંકી હંમેશા સામાન્ય જનતાએ જ ભોગવવી પડતી હોય છે. અમદાવાદની લાઇફ લાઇન સમી ગણાતી AMTS અને BRTS બસ સેવાઓ આજથી બંધ કરી દેવાઇ છે. જેના કારણે રીક્ષા ચાલકોને જાણે કે મનફાવે તેમ પૈસા લેવાની તક મળી ગઇ છે.

AMTS BRTS closed

કેટલાંય રાત્રે ઊંઘી ગયા હતાં અને સવાર પડતા જ તેઓને ખબર પડી કે બસો બંધ

આપણે ત્યાં હવે ટ્રેન્ડ બની ગયો છે કે કાલથી આ બંધ તે બંધ. આગળ પાછળનો વિચાર કર્યા વિના જ બસ હુકમ કરી દેવાનો આ ટ્રેન્ડ સામાન્ય જનતા માટે કેટલી હાડમારી સર્જે છે તેનો જરા પણ વિચાર કરાતો નથી. બુધવારે રાત્રે નક્કી કરી દેવાયું કે કોરોનાના કેસ વધ્યાં છે એટલે આવતી કાલથી AMTS અને BRTS સેવાઓ બંધ. નિર્ણય જ્યારે લેવાયો ત્યારે કેટલાંય તો રાત્રે ઊંઘી ગયા હતાં અને સવાર પડતા જ તેઓને ખબર પડી કે બસો તો બંધ થઇ ગઇ છે તો હવે કેવી રીતે મંજીલ સુધી પહોંચીશું.

Rickshaw

રિક્ષાચાલકોએ મનફાવે તેવાં ભાડાં વસૂલવાનું શરૂ કર્યું

કોઇકે ઓફિસે જવાનું હતું તો કોઇકે બહારગામ જવાનું હોવાથી વહેલી સવારે એસ.ટી કે રેલ્વે સ્ટેશન પહોંચવાનું હતું. બસ પછી તો શું રીક્ષાચાલકોને જાણે કે જોઇતું જડ્યું અને મનફાવે તેવાં રિક્ષાચાલકોએ ભાડાં વસૂલવાનું શરૂ કર્યું.

અત્રે મહત્વનું છે કે, કોરોના વધ્યો છે એ ખરું તો સાથોસાથ તેના સંક્રમણને અટકાવવા કડક પગલાં પણ લેવાવા જોઇએ. પરંતુ આવું રીક્ષામાં કેમ નથી થતું. રીક્ષા ચાલકો તો મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઘેટાં બકરાની જેમ ઠાંસી-ઠાંસીને મુસાફરોને ભરતા હતા અને પોલીસ તંત્ર સાવ મૂક પ્રેક્ષક બનીને આ તમાશો નીહાળતું રહ્યું.

કોરોનાના લોકડાઉન બાદ અનલોકની પ્રકિયા શરૂ કરાઇ. બીઆરટીએસ-એએમટીએસ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અડધી કેપેસીટીથી શરૂ કરાઇ. પરંતુ એક સાથે લાડવો ખાઇ લેવાની નીતિરીતીમાં થોડાં જ દિવસમાં એએમટીએસ અને બીઆરટીએસમાં એ જ ચિક્કાર ભીડ જોવા મળતી હતી. ત્યારે તંત્ર એએમટીએસ બસમાં જો નીતિ નિયમોનું પાલન કરાવે તો આજે એએમટીએસ–બીઆરટીએસ બસો સાવ બંધ કરવાની નોબત ન આવે.

બસ સેવા બંધ થવાથી લોકોને ભારે હાલાંકી : પરિમલ નથવાણી

સાંસદ પરિમલ નથવાણીએ પણ આ પરિસ્થિતીમાં ટ્વિટ કર્યું હતું કે, ‘સામાન્ય લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનનો એક માત્ર સ્ત્રોત બસ છે. ત્યારે બસ સેવા જ બંધ કરી દેતા રીક્ષાચાલકોને તો જાણે ઉઘાડી લૂંટ ચલાવવાનો પરવાનો આપવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. બસ સેવા બંધ થવાથી લોકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી 50 ટકાની ક્ષમતા સાથે બસ સેવા ચાલુ રાખવામાં આવે.

રીક્ષા ચાલકોને ઘેટાં બકરાની જેમ મનફાવે તેવાં ભાડા સાથે રીક્ષા ફેરવવાની છૂટ

આ તો એવું થયું કે, એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરી દેવાની કારણ કે ભીડથી કોરોના ફેલાય અને રીક્ષા ચાલકોને ઘેટાં બકરાની જેમ મનફાવે તેવાં ભાડા સાથે રીક્ષા ફેરવવાની છૂટ આપવાની તંત્રની આ નીતિરીતીથી કોરોના કેવી રીતે જશે તે પણ એક મોટો સવાલ છે.

બાકી તો તંત્રના અધિકારીઓ AC ચેમ્બરમાં બેસીને નિર્ણય લઇ લે છે કે કાલથી બસ બંધ. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે કોરોનાના ભયમાં બહાર નીકળતો આમ આદમી માટે કોરોનાના ભય કરતા ભૂખ વધારે મુશ્કેલી સર્જે છે અને તેઓ માટે હાલ તો દિવસની કમાણી બંધ થતા અન્ય વાહનોમાં મુસાફરી કરીને જાતે જ લૂંટાવવું પડી રહ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33