Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.
બાળકો-શિક્ષકો પણ કોરોના સંક્રમિત થતાં વાલીમંડળે સ્કૂલ-કોલેજો બંધ કરવા સરકારને રજૂઆત કરી હતી
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સુરત અને અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસની બસો બંધ કરી દેતાં કોલેજમાં પરીક્ષા માટે આવન જાવન કરતા છાત્રો માટે સૌથી મોટી મુશ્કેલી ઉભી થઈ હતી. આ કોલેજોની પરીક્ષાઓને પણ સરકારે પાછી ઠેલી છે. એનો નવેસરથી હવે કાર્યક્રમ જાહેર કરશે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં બાળકો અને શિક્ષકો પણ કોરોના સંક્રમિત થતાં વાલીમંડળે 20 દિવસથી સ્કૂલ અને કોલેજો બંધ કરવા માટે સરકારને રજૂઆત કરી હતી. જે અંતર્ગત આજે શિક્ષણ વિભાગમાં મોટી બેઠક મળી હતી.
કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ
હવે સવાલ એ છે કે ગુજરાત ભરમાં કોરોના વકરી રહ્યો છે તો 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારો માટે શું તો સરકારે આ માટે આ નિર્ણય સ્વૈચ્છિક લેવાની છૂટછાટ આપી છે. મતલબ કે જો શાળા સંચાલકો અને વાલીઓ ઇચ્છે તો બાળકો ઓફલાઇન શિક્ષણ માટે શાળાએ જઇ શકશે. બીજી તરફ તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે પરીક્ષાનો કાર્યક્રમ નવેસરથી જાહેર કરાશે. આ ઉપરાંત આવતી કાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31