Last Updated on March 18, 2021 by
અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પારૂબહેનની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મહેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે. કારોબારી ચેરમેન તરીકે કસિન્દ્રા બેઠકના ચૂંટાયેલા વિનોદ પટેલની નિમણૂંક કરાઇ છે. ભુવાલડી બેઠકના જનક ઠાકોરને પક્ષના નેતા બનાવાયા છે. જ્યારે ધોલેરા બેઠકના દિગપાલ ચુડાસમાને દંડક બનાવવામાં આવ્યાં હતાં. તમને જણાવી દઇએ કે, જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત દંડકની નિમણૂંક કરવામાં આવી હતી.
ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખપદે વિપક્ષ કોંગ્રેસના સભ્યનું સ્થાન
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે બુધવારના રોજ અમદાવાદ જીલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. અહીં તમને જણાવી દઇએ કે, ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખપદે વિપક્ષ કોંગ્રેસના જ સભ્યનું સ્થાન આવતું હતું. કારણ કે, આ વખતે અમદાવાદ જિલ્લામાં એક માત્ર પ્રમુખ પદ માટે એસ.ટી મહીલા અનામત સાથે રિઝર્વ રખાઇ હતી. ત્યારે ભાજપ પાસે એવો કોઇ જ વિજેતા ઉમેદવાર ન હોતો. જેથી એક માત્ર કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારુબહેન પઢાર કે જેઓ એસ.ટી મહિલા છે તેઓને જ નિયમ મુજબ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી.
અમદાવાદ જિલ્લા પંચાયત
પ્રમુખ | પારૂબહેન પઢાર |
ઉપપ્રમુખ | મહેશ મકવાણા |
કારોબારી ચેરમેન | વિનોદ પટેલ |
પક્ષના નેતા | જનક ઠાકોર |
દંડક | દિગપાલ ચુડાસમા |
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31