GSTV
Gujarat Government Advertisement

ભારે કરી/ મણિનગર મનપા કચેરીના પરિસરમાં યોજાયા અનોખા લગ્ન, અધિકારીઓ જોતા જ રહી ગયા

Last Updated on March 18, 2021 by

શહેરના મણિનગર ખાતે આવેલી મહાનગરપાલિકાની દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પસમાં લગ્નનું આયોજન જોઈને અહીં આવેલા લોકો અને અરજદારો અચંબામાં મુકાયા હતા પરંતુ મનપા કેમ્પસમાં લગ્ન સમારોહના આયોજન પાછળનું કારણ કોમ્યૂનીટી હોલ છે.

લગ્ન

મનપા કચેરીમાં લગ્ન, પણ કેમ?

વાસ્તવમાં દાણીલીમડા વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલનું ઓનલાઇન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને એક વર્ષ થયા છતાં પણ કોઈ કામગીરી નહી થતા દાણીલીમડા વિસ્તારના લોકોએ મણિનગર ખાતે આવેલ દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્ન કર્યા હતા.

આ વાતનો હતો વિરોધ

દાણીલીમડા વોર્ડમાં AMC દ્વારા પાર્ટી પ્લોટ ફાળવ્યું પણ 7 મહિના પછી પણ તેનું નિર્માણ કાર્ય ચાલુ ન થતા દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શેહઝાદ ખાન પઠાણ દ્વારા AMC દક્ષિણ ઝોન કચેરી ખાતે જાન લઈ જઈ ત્યાંજ લગ્ન અને જમણવાર કરી અનોખો વિરોધ દર્શાવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33