GSTV
Gujarat Government Advertisement

ગૃહની કાર્યવાહી દરમ્યાન ગુંડાગીરી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવ્યા, વિપક્ષે વિવિધ મુદ્દે સરકારને ઘેરી

બજેટ

Last Updated on March 18, 2021 by

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંડાગીરી મુદ્દે ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો. ગૃહની કાર્યવાહી દરમ્યાન ગુંડાગીરી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. ભાજપના નેતાઓએ તેમના શાસનમાં ગુંડાગીરી નેસ્તનાબૂદ કરી હોવાની વાત કરતા કોંગી ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો.

BJP vs CONGRESS

ગુંડાગીરી નેસ્તનાબૂદ કરી હોવાની વાત કરતા કોંગી ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો

ભાજપે જણાવ્યું કે કોંગ્રેસના પાપે એક સમયે અમદાવાદ લતીફના નામે ઓળખાતું. જેના જવાબમાં અમિત ચાવડાએ પોરબંદર અને શહેરા કોના નામે ઓળખાય છે તેવો વળતો સવાલ કર્યો હતો. આ મુદ્દે ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડે વિપક્ષના નેતાને બેસી જવાનું કહેતા કોંગ્રેસના ધારાસભ્યો વિફર્યા હતા. કોંગી ધારાસભ્યોએ ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા… ગેનીબેન ઠાકોર વિરોધ કરતા કરતા વેલમાં ધસી ગયા.

કોંગી

ગેનીબેન ઠાકોર વિરોધ કરતા કરતા વેલમાં ધસી ગયા

જે બાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો. અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે કમલમ આજે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. તો પરેશ ધાનાણીએ જણાવ્યું કે સરકારે જોહુકમી કરી દાંડીયાત્રાના આગલા દિવસે કોંગી નેતાઓને અયોગ્ય રીતે નજરકેદ કર્યા. પોલીસને સરકારના ગુલામ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે..

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33