Last Updated on March 18, 2021 by
સુરતમાં કોરોનાના કેસ વધતાં જ શહેરના મેયર રાત્રી દરમિયાન રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને કોરોના સંક્રમણ અંગે સમજણ આપતાં હતા. રાત્રીના સમયે એક ગાડીમાં વધુ લોકો મુસાફરી કરતાં હોય તેમને સમજાવતાં હોય તેવો વિડિયો સોશ્યલ મિડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિયોના કારણે કેટલાક લોકો વખાણ કરી રહ્યાં છે તો કેટલાક લોકો અત્યાર સુધી ભાજપના નેતાઓ ટોળા અને સભા કરતાં હતા ત્યારે મેયર ક્યાં ગયાં હતા તેમ કહીને ટીકા પણ કરી રહ્યાં છે.
ભાજપના નેતાઓ ટોળા અને સભા કરતાં હતા ત્યારે મેયર ક્યાં ગયાં હતા તેમ કહીને ટીકા પણ કરી રહ્યાં છે
સુરત મ્યુનિ.ની ચુંટણી અને વિજય સરઘસ બાદ સુરતમાં કોરોનાનો રાફડો ફાટયો છે સુરતમાં કોરોના હોવા છતાં બે દિવસ પહેલાં સુધી ભાજપના કોર્પોરેટરોના સન્માન અને ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મ દિવસની ભીડ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં કેસમાં ભારે ઉછાળો આવતાં મ્યુનિ. તંત્રએ આકરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.
મ્યુનિ. તંત્રએ આકરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું
સુરતમાં 10 વાગ્યાનો કરફ્યુ લાદી દેવા સાથે જ મેયર હેમાલી બોઘાવાલા રસ્તા પર ઉતર્યા હતા. રાત્રીના સમયે રસ્તા પર આવતી કાર રોકીને લોકો ક્યાં ગયાં હતા અને એક ગાડીમાં આટલા બધા લોકો કેમ મુસાફરી કરો છો? તેવા પ્રશ્ન પુછ્યા હતા અને લોકોને કોરોના સામે કાળજી રાખવા માટેની અપીલ કરી હતી.
પ્રશ્ન પુછ્યા હતા અને લોકોને કોરોના સામે કાળજી રાખવા માટેની અપીલ કરી
મેયર હેમાલી બોઘાવાલાએ રાત્રી દરમિયાન રસ્તા પર ઉતરીને કરેલી જાગૃત્તિ માટેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો છે તેના કારણે ટીકા અને વખાણ થઈ રહ્યા ંછે. કેટલાક લોકો એવા વખાણ કરી રહ્યાં છે જાગ્યા ત્યાંથી સવાર હવે મેયર રસ્તા પર ઉતરીને લોકોને સમજાવતાં હોય ત્યારે લોકોએ ગંભીરતા સમજીને તકેદારી રાખવાની જરૂર છે.
જ્યારે અનેક લોકોએ ટીકા કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભાજપે જાહેર સમારંભ કર્યા તેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના જોવા મળતાં હતા ત્યારે મેયર ક્યાં ગયાં હતા. મ્યુનિ.ની કચેરીમાં પણ લોકોની શુભેચ્છા આપવા માટેની ભારે ભીડ હોય છે ત્યારે મેયર કશુ બોલતાં નથી અને હવે રસ્તા પર લોકોને મેયર સજાવવામાં આવ્યા છે પરંતુ પહેલાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ તમામ રાજકીય પક્ષોએ કરવાની જરૂર છે પહેલાં પોતે નિયમનું પાલન કરે પછી લોકોને સમજાવવા બહાર નિકળે તેવી ટીકાઓ પણ સોશ્યલ મિડિયામાં જોવા મળી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31