GSTV
Gujarat Government Advertisement

સુરતનો આ પ્રખ્યાત વિસ્તાર રેડ ઝોનમાં : વેપારીઓએ દુકાનો ખોલતાં પહેલાં કરાવવો પડશે કોરોના ટેસ્ટ, એક જ વિસ્તારમાં આવ્યા 88 કેસ

Last Updated on March 18, 2021 by

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સિટી અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે આ સાથે જ કેટલીક સિટી બસને પાલિકાએ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી છે. સીટી બસમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરી છે. સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં કેસોની સંખ્યા વધતા મહાનગરપાલિકાએ દુકાનદાર દુકાન ખોલે તે પહેલા ટેસ્ટિંગ કરવા માટેની સુવિધા ઊભી કરી છે. મહાનગરપાલિકાએ સિટી બસને જ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી છે.

મહાનગરપાલિકાએ સિટી બસને જ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી

સુરત શહેરના અઠવા ઝોનમાં ઘાતક કોરોનાના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થતા તંત્ર દોડતું થયું છે. બીજીતરફ અઠવા ઝોન સૌથી વધુ કેસ આવતા તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આજથી તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવાના રહેશે. સાથે જ અઠવા ઝોનને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે. આજથી ધન્વતંરી રથ તમામ વિસ્તારોમાં જઈ ટેસ્ટિંગ કરશે અને નેગેટિવ રિપોર્ટ હશે તેને જ દુકાન ચલાવવા દેવાશે.

એક જ વિસ્તારમાં આવ્યા 88 કેસ

અઠવા ઝોનમાં દુકાનવાળા વિસ્તારમાં આ વાન ઊભી રહી હતી. લોકો દુકાન ખોલે તે પહેલા આ વાનમાં ટેસ્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના કારણે ઘણા દુકાનદારોએ દુકાન ખોલવા પહેલા ટેસ્ટિંગ કરાવી દીધો હતો.

સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર દ્વારા ટેસ્ટિંગમાં વધારો કરાયો છે. સુરતમાં પ્રતિ દિવસ કુલ 16 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુરતના કુલ 8 ઝોનમાં આવેલા ટોલ પ્લાઝા. ચેકપોસ્ટ તેમજ શાળા અને કોલેજોમાં ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યા છે. ત્યારે મનપા કમિશનર બંછાનિધી પાનીએ ટેસ્ટિંગ અને વેક્સિન સેન્ટરોની મુલાકાત લઇ સમીક્ષા યોજી કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે કોરોનાથી બચવા માટે માસ્ક જ ઉત્તમ ઉપાય છે. પરંતુ લોકો વાત કરતી વખતે પણ માસ્ક ઉતારે છે જેના કારણે સંક્રમણ વધે છે. સુરતમાં અગાઉ થયેલી જાહેર સભા અને રેલીઓને કારણે કોરોનાના કેસોમાં વધારો થયો હોવાનું પણ કમિશનરે આડકતરી રીતે સ્વીકાર્યું હતું.

સુરતમાં કોરોના બેકાબુ બન્યો

સુરતમાં કોરોના બેકાબુ બન્યો છે.. કેસોની સંખ્યા 300ને વટાવી જતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે…આજથી સુરતના તમામ બીઆરટીએસ અને સીટી બસના રૂટ બંધ કરી દેવાયા છે…આ ઉપરાંત સુરતમાં આજથી ગેમ ઝોન, જીમ, સ્પોર્ટસ એક્ટીવીટી, ક્લબ તેમજ હોટલના બેન્ક્વેટ હોલ બંધ રહેશે…તેમજ સુરતના તમામ મલ્ટી પ્લેક્ષ અને સીનેમાઘરો પણ બંધ કરવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33