Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને સ્થિતિ બેકાબૂ બની રહી હોય તેમ જણાય છે જેમાં અમદાવાદમાં સંક્રમણ વધી જતા બાગ બગીચા કાંકરિયા ઝૂ વગેરે અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે, તેમ વડોદરામાં પણ તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય આજથી બંધ કરવામાં આવ્યા છે.
સ્થિતિ બેકાબૂ બની રહી હોય તેમ જણાય છે
વડોદરામાં પણ તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય આજથી બંધ કરવામાં આવ્યા
ગયા માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ વધતા લોકડાઉનને લીધે કમાટીબાગનું પ્રાણીસંગ્રહાલય સહિત બાગ-બગીચા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાત મહિના પછી આ સ્થિતિમાં સુધારો થતાં બાગ બગીચા કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ખોલવામાં આવ્યા હતા સવારે 6થી 10 વાગ્યા સુધી અને સાંજે ચારથી આઠ વાગ્યા સુધી બગીચાઓ ખુલ્લા રાખવાનો નિર્ણય થયો હતો.
કમાટીબાગનું પ્રાણીસંગ્રહાલય સહિત બાગ-બગીચા બંધ કરી દેવામાં આવ્યા
જોકે એ પછી છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસો વધતા સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં રાખીને બાગ-બગીચા બંધ રાખવાનો આજે નિર્ણય કરાયો હતો હવે તારીખ 31મી માર્ચે સ્થિતિની સમીક્ષા કરાશે જેના આધારે બાગ બગીચા ખોલવા કે પછી વધુ સમય સુધી બંધ રાખવા તે અંગે નિર્ણય થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31