GSTV
Gujarat Government Advertisement

ફરી પાછો આવ્યો કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 35 હજારથી વધારે કેસ, 100 દિવસ બાદ સૌથી વધારે કેસ આવ્યા

Last Updated on March 18, 2021 by

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એક વાર વધી રહ્યુ છે, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 હજારથી વધારે નવા કેસો આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જોઈએ તો, કોરોનાના નવા કેસ બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે એક કરોડ 14 લાખ 74 હજાર 605 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસના નવા 35,871 કેસ આવ્યા છે. જ્યારે તેનાથી 171 લોકોના મોત પણ થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકોના થયાં છે મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 10 લાખ 63 હજાર 25 લોકો આ વાયરસથી સાજા થઈ ગયા છે. જ્યારે આ જ સમયે 2 લાખ 52 હજાર 364 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં કુલ મૃતકોની સંખ્યા વધીને હવે 1 લાખ 59 હજાર 216 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10,63,379 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર

મહારાષ્ટ્રમાં  જીવલેણ કોરોનાના કહેરની  બીજી લહેર  શરૃ થઈ   હોવાથી  રાજ્ય સરકારે  ચિંતામાં પડી ગઈ છે. આજે મુંબઈ-મહારાષ્ટ્રમાં  ગજબનો કોરોનાનો વિસ્ફોટ થયો છે   આજે ૨૪ કલાકમાં   મહારાષ્ટ્રમાં   કોરોનાના નવા  ૨૩૭૧૯  કેસ નોંધાયા  છે. જ્યારે  ૮૪ દરદીનો  ભોગ  લીધો છે.   માત્ર આજે  ૯૧૩૮  દરદીને ડિસ્ચાર્જ  કરાયા હતા.  આજ દિન સુધી  રાજ્યમાં  કોરોનાના ૧,૫૨,૭૬૦ એક્ટિવ કેસ છે. આથી  સરકાર કોરોનાને નિયંત્રણ લાવવા માટે અવઢવમાં મૂકાઈ  છે.

દેશના કુલ એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો

હાલમાં  દેશના કુલ એક્ટિવ  કેસમાંથી  ૬૦ ટકા  અને નવા  મૃત્યુમાંથી   ૪૫ ટકા  મહારાષ્ટ્રમાં  છે, એવું  આરોગ્ય વિભાગે  જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં  આજ સુધી  ૧ કરોડ ૭૮ લાખ ૩૫ હજાર   ૪૯૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.  એમાં પૈકી  અત્યાર સુધી કોરોનાના પોઝિટીવની  સંખ્યા ૨૩,૭૦,૫૦૭ થઈ  છે. જ્યારે  મરણાંકનો  આંક ૫૩૦૮૦ થયો છે.  અને આજ દિન સુધી  કોરોના ૨૧,૬૩,૩૯૧ દરદી  કોરોનાથી મુક્ત બન્યા  છે. આથી  રિકવરીનુંપ્રમાણ  વધીને  ૯૧.૨૬  ટકા  થયો છે.   એટલે કે  રિકવરીનું પ્રમાણ ૩ ટકા ઘટી ગયું છે.

24 કલાકમાં મુંબઈમાં 2377 નવા કેસ

મહારાષ્ટ્રમાં અત્યારે ૬,૭૧,૬૨૦ દરદી  હોમ કવોરન્ટીન  છે અને ૬૭૩૮ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન હોવાનું રાજ્યના  આરોગ્ય વિભાગે  જણાવ્યું હતું. મુંબઈમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો  છે, આજે  શહેરમાં  ૨૪ કલાકમાં  ૨૩૭૭ નવા  કોરોનાના કેસ નોંધાયા  છે અને ૮ જણના મોત થયા  હતા. આથી શહેરભરમાં  કોરોનાગ્રસ્તની સંખ્યા ૩,૪૯,૯૫૮  થયો  છે.  અને મરણાંકની  સંખ્યા  ૧૧૫૪૭  થઈ છે   જ્યારે આજે  કોરોનાના ૮૭૬ દરદી સાજા  થતાં  અત્યાર સુધી  કોરોનાના  ૩,૨૦,૭૫૪ દરદી  કોરોનાથી  મુક્ત  થયા છે.   આ સિવાય   શહેરમાં   કોરોનાના  ૧૬૭૫૧  દરદી એક્ટિવ છે  કોરોનાના દરદીની સંખ્યા  મુંબઈ મહાનગરપાલિકાએ ચિંતામાં  પડી ગઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33