GSTV
Gujarat Government Advertisement

બંગાળ ચૂંટણી માટે પડ્યો પહેલો વોટ, ઝારગ્રામની એક 82 વર્ષીય બસંતીએ કર્યું પહેલું મતદાન

Last Updated on March 18, 2021 by

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી આમતો 27 માર્ચે યોજાનાર છે જેને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમ છતાં વિધાનસભા ચૂંટણી માટે પહેલો મત પડી ચુક્યો છે. બંગાળના ઝારગ્રામ જિલ્લામાં બુધવારે એક 82 વર્ષીય મહિલાએ પહેલું મતદાન કર્યું છે. બંગાળ ચૂંટણી માટે ડોર ટૂ ડોર સુવિધા હેઠળ મહિલાએ પહેલું મતદાન કર્યું છે.

બંગાળ

બંગાળ ચૂંટણી માટે ચૂંટણી પંચે આપી સુવિધા

અહેવાલો મુજબ, ચૂંટણી પંચ દ્વારા આ વખતે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો અથવા ગંભીર બીમારીથી પીડાતા લોકોને ઘરે જઈને પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા હેઠળ, ઝારગ્રામના 82 વર્ષીય વૃદ્ધા બસંતીએ મતદાન કર્યું છે.

ચૂંટણી પંચની ટીમ ઘરે ઘરે જઈ કરાવી રહી છે મતદાન

ચૂંટણી પંચ પ્રમાણે બસંતી સિવાય તે વોર્ડથી 6 અન્ય 80 વર્ષથી વધારેની ઉંમરના લોકોએ પણ મત આપ્યા છે. ચૂંટણી પંચની એક ટીમ કેટલાંક CRPFના જવાનો સાથે ઝારગ્રામમાં મહિલાના ઘરે પહોંચી તેનો મત લીધો.

જે સમયે 82 વર્ષીય બસંતીએ પોતાનો મત આપ્યો ત્યારે તે રૂમમાં તેના પરિવારજનોને જવાની મંજુરી નહોતી. બસંતીએ પોતાનો મત બેલેટ પેપરથી આપ્યો જેને એક સીલ કવરમાં રાખી લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ પ્રમાણે આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે.

મહિલાના પરિવારવાળાઓ પ્રમાણે તે ચાલી શકતી નહી હોવાથી તેને બૂથ સુધી લઈ જવું ઘણું મુશ્કેલ થઈ શકે છે. ચૂંટણી પંચે જ્યારે આ સુવિધા આપી છે તો તેમણે તેનો ફાયદો ઉઠાવ્યો.

જણાવી દઈએ કે ઝારગ્રામ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે 27 માર્ચના રોજ પહેલા તબક્કાનું મતદાન થનાર છે. ચૂંટણી પંચની કુલ 86 ટીમો પહેલા તબક્કાના મતદાન માટે આગામી સપ્તાહ સુધી આ જ રીતે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોના ઘરે જઈને વોટિંગ કરાવશે. લગભગ 5715 મતદારો એવા છે જેમણે આ સુવિધા માટે અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે બંગાળમાં કુલ 8 તબક્કામાં તમામ 294 બેઠકો માટે મતદાન યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચે યોજાશે. તો અંતિમ તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. તો બંગાળની સાથે અન્ય રાજ્યોના ચૂંટણી પરિણામો 2 મેં ના રોજ આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33