Last Updated on March 18, 2021 by
અમદાવાદ શહેરમાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૨૬૪ કેસ નોંધાવા સાથે એક સંક્રમિત દર્દીનું મોત થયું છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારે શહેરમાં એક જ દિવસમાં નવા ૩૫ કોરોના સંક્રમિત સ્થળોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની ફરજ પડી છે.આ સાથે શહેરમાં કુલ ૯૦ સંક્રમિત સ્થળ મ્યુનિ.તંત્ર દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
કુલ ૯૦ સંક્રમિત સ્થળ મ્યુનિ.તંત્ર દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા
- વકરતા કોરોનાના કેસના પગલે સૌથી મોટા સમાચાર…
- રાજપથ કલબમાં લેવાયો નિર્ણય
- કોરોના ગાઈડલાઈનના પગલે લેવાયો નિર્ણય
- કાલથી રાજપથ કલબ સંપૂર્ણપણે રહેશે બંધ
- સરકારની ગાઈડલાઈનના પગલે મોડી રાત્રે સભ્યોને કરાયા મેસેજ
વકરતા કોરોનાના કેસના પગલે સૌથી મોટા સમાચાર
વકરતા કોરોનાના કેસના પગલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ આવતી કાલથી સંપૂર્ણ રીતે રહેશે બંધ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અને અમદાવાદમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર વઘ્યો છે. બીજી તરફ સરકારની ગાઈડલાઈનના પગલે મોડી રાત્રે સભ્યોને કરાયા મેસેજ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સરકારે સંક્રમણ વધુ ના ફેલાય તે માટે જીમ, સ્પોર્ટસ ક્લબ પણ બંધ કરાવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31