Last Updated on March 18, 2021 by
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને શહેરમાં દોડતી AMTS અને BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. મોડી રાત્રે તંત્રએ લીધેલા આ નિર્ણયથી શહેરમાં હજારો નોકરિયાતો અને મુસાફરો અટવાઈ જશે. અને રઝળી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. બીજી બાજુ સ્કૂલો-કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.
સંક્રમણ વધતા કોર્પોરેશને શહેરમાં દોડતી AMTS અને BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ
ત્યારે બસમાં જતા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ મુંઝવણ વધી છે. શહેરમાં એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.. તો મોડી રાત્રે તંત્રએ ખાનગી અને સરકારી જીમ, સ્પોર્ટ્સ ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લોકોમાં રોષ છે કે કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન થતી નેતાઓ અને કાર્યકરોની ભીડ સામે તંત્રએ ઢીલ રાખી હતી. અને હવે તેને કારણે કેસો વધી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે.
રાજ્યભરમાં ચૂંટણીઓના તામજામ….ટી -20 મેચમાં ભારે ભીડ બાદ હવે કોરોના વિસ્ફોટ થયો છે..અને જે તે સમયે થતી ભીડમાં નિંભર સુઈ રહેતુ તંત્ર આજે સામાન્ય,નાના નોકરીયાત વર્ગ, ધંધાદારી વર્ગની ચિંતા વગર રાતોરાત નવા નિયમો દાદી રહ્યુ છે..અ તેનો ભોગ સામાન્ય જનતાને થઈ રહ્યો છે.
- ચૂંટણી અને સ્ટેડિયમમાં ભીડ ભેગી થઈ ત્યા સુધી તંત્ર મૌન બની બેસી રહ્યુ
- રાતો રાત બીઆરટીએસ એએમટીએસ બંધ થતા નાના નોકરીયાતના પેટ પર લાત મારી
- તંત્રના પાપે પ્રજાની ખો નીકળશે..
- નેતાઓ અને જીએસએનું પાપે વકર્યો કોરોના
- ભોગવવાનો વારો આવ્યો સામાન્ય પ્રજાજનોને
- રાતો રાત નિર્ણયો લેતા પ્રજા જનોને સામાન્ય લોકોની હાલાકીની સહેજ પણ નથી રહી સંવેદના
સામાન્ય,નાના નોકરીયાત વર્ગ, ધંધાદારી વર્ગની ચિંતા વગર રાતોરાત નવા નિયમો દાદી રહ્યુ છે
થોડા દિવસ અગાઉ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષો કોવિડના નિયમોને જાણે ઘોળીને પી ગયા હોત તેમ પ્રચારમાં વ્યસ્ત બન્યા એટલુ જ નહી..ગઈકાલ સુધી વિવિધ વરણી સમયે પણ કોવિડના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા રહ્યા..તો બીજીતરફ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ મોદી સ્ટેડિયમમાં પણ લોકોની ભેગી થયેલી ભીડ રાજ્યમાં કોરોના વિસ્ફોટનું કારણ બની હોય તેમ દેખાય છે..નેતાઓ અને જીસીએના પાપે આજે રાજ્યમાં કોરોના વકર્યો છે..તંત્રનાન પાપે આજે પ્રજાની ખો નીકળી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31